મુખ્ય સામગ્રી પર જાઓ
વિશ્વ

New Pope: નવા પોપની પસંદગી કઈ રીતે થાય છે? કાળા-સફેદ ધૂમાડાનું રહસ્ય જાણો

પોપ ફ્રાંસિસ હાલ રોમની એક હોસ્પિટલમાં દાખલ છે. ન્યૂમોનિયાના કારણે તેઓને શ્વાસ લ

New Pope: નવા પોપની પસંદગી કઈ રીતે થાય છે? કાળા-સફેદ ધૂમાડાનું રહસ્ય જાણો

પોપ ફ્રાંસિસ હાલ રોમની એક હોસ્પિટલમાં દાખલ છે. ન્યૂમોનિયાના કારણે તેઓને શ્વાસ લેવામાં સમસ્યા થઈ રહી છે. પોપ ફ્રાંસિસ રોમન કેથોલિક ચર્ચના પ્રમુખ છે. પોપ આમ તો જીવનભર આ પદ પર રહે પરંતુ કસમય મોત અથવા તો કોઈ કારણથી આ પદ પરથી રાજીનામું આપી દેતા નવા પોપની ચૂંટણી યોજાતી હોય છે. એવી અટકળો છે કે તેઓ પદ પરથી રાજીનામું આપી શકે છે. જો તેઓ પોતાના પદ પરથી રાજીનામું આપે, તો શું તેમના સ્થાને નવા પોપની પસંદગી થશે? તો ચાલો જાણીએ કે નવા પોપની પસંદગી કેવી રીતે થાય છે?

પોપની પસંદગી કઈ રીતે કરાય છે?
કેથોલિક પરંપરા પ્રમાણે જ્યારે કોઈ પોપની ચૂંટણી યોજાતી હોય તો પાપેલ કોન્કલેવનું આયોજન થતું હોય છે. આ કોન્કલેવથી નવા પોપની પસંદગી કરાય છે. કાર્ડિનલ્સ પોપને ચૂંટે છે. કાર્ડિનલ્સ કેથોલિક ચર્ચનો સૌથી ઉચ્ચ હોદ્દો ધરાવતા પાદરી હોય છે.


કાર્ડિનલ્સ એ વિશ્વભરના બિશપ અને વેટિકન અધિકારીઓ છે જેમને પોપ દ્વારા વ્યક્તિગત રીતે પસંદ કરવામાં આવે છે. આ કાર્ડિનલ્સ નવા પોપની પસંદગી કરવા માટે ઘણી બેઠકો યોજે છે. તમને જણાવી દઈએ કે નવા પોપ માટે મતદાન વેટિકન સિટીના સિસ્ટાઇન ચેપલમાં થાય છે. 80 વર્ષથી ઓછી ઉંમરના કાર્ડિનલ્સને મતદાન કરવાનો અધિકાર છે. મતદાન અને બેઠકની સમગ્ર પ્રક્રિયા ગુપ્ત રાખવામાં આવે છે. આ સમયગાળા દરમિયાન, કાર્ડિનલ્સને બહારની દુનિયા સાથે કોઈ સંપર્ક કરવાની મંજૂરી નથી આપવામાં આવતી.

કાર્ડિનલ્સ ગુપ્ત મતદાન દ્વારા મતદાન કરે છે. મતદાન દરરોજ ચાર રાઉન્ડ માટે થાય છે અને જ્યાં સુધી ઉમેદવાર બે તૃતીયાંશ મતો મેળવે નહીં ત્યાં સુધી ચાલુ રહે છે. આ પ્રક્રિયા સવારના ખાસ મેળાવડાની સાથે શરૂ થાય છે, જ્યાં સિસ્ટાઇન ચેપલમાં 120 કાર્ડિનલ્સ ભેગા થાય છે. આ 120 કાર્ડિનલ્સ નવા પોપની પસંદગી કરે છે.

આ મહત્વપૂર્ણ બેઠક પછી, કાર્ડિલ બધાને ત્યાંથી જવા માટે કહે છે. આ પહેલાં, આ કાર્ડિનલ્સ ગુપ્તતાના શપથ લે છે અને નવા પોપની પસંદગી ન થાય ત્યાં સુધી પોતાને કોન્ક્લેવમાં જ સીમિત રાખે છે. મતદાનના પહેલા દિવસે નવા પોપની પસંદગી થશે તેની કોઈ ગેરંટી નથી. 

કાળા અને સફેદ ધૂમાડાનું રહસ્ય શું છે?
પરિણામો જાહેર કરવા માટે ત્રણ કાર્ડિનલની નિમણૂક કરવામાં આવે છે. આ કાર્ડિનલ્સ દરેક મતદાનના પરિણામો મોટેથી વાંચે છે. જો કોઈ ઉમેદવારને જરૂરી બે-તૃતીયાંશ મત ન મળે, તો મતપત્ર સળગાવી  નાખવામાં આવે છે. આ મતપત્રોને બાળવા માટે વપરાતા રસાયણો અત્યંત કાળો ધૂમાડો ઉત્પન્ન કરે છે.

તેવી જ રીતે, જ્યારે કોઈ ઉમેદવાર રાઉન્ડમાં જરૂરી બે તૃતીયાંશ મત મેળવે છે, ત્યારે કાર્ડિનલ્સ કોલેજના ડીનને પૂછવામાં આવે છે કે શું તે તેને સ્વીકારે છે. જો તે સ્વીકારે છે, તો છેલ્લા રાઉન્ડના મતપત્રો બાળી નાખવામાં આવે છે પરંતુ આ વખતે મતપત્રોને બાળવા માટે ઉપયોગમાં લેવાતા રસાયણો સફેદ ધૂમાડો નીકળે છે જેનાથી બહારની દુનિયાને ખબર પડે છે કે નવા પોપ ચૂંટાયા છે.

પોપ બનવા માટે કઈ શરતો હોવી જોઈએ?
ફક્ત  પુરુષ જ પોપ બની શકે છે. પોપ બનવા માટે કોઈ નક્કી ઉંમર નથી હોતી. પોપ ફ્રાન્સિસ જ્યારે ચૂંટાયા ત્યારે તેમની ઉંમર 76 વર્ષ હતી અને હવે તેઓ 88 વર્ષના છે. તેમની પહેલા, પોપ બેનેડિક્ટ સોળમા 78 વર્ષની ઉંમરે ચૂંટાયા હતા, જ્યારે તેમણે 85 વર્ષની ઉંમરે પદ પરથી રાજીનામું ધરી દીધું હતું. 

આ સમાચાર શેર કરો