મુખ્ય સામગ્રી પર જાઓ
વિશ્વ

 નેતન્યાહૂ આ સદીનો 'નવો હિટલર', ભારતની ભૂમિકા મહત્વપૂર્ણ; ઇરાનનું મોટું નિવેદન

ઇરાને ઇઝરાયેલમાં મોટો મિસાઇલ હુમલો કર્યો છે. ઇરાન અને ઇઝરાયેલ વચ્ચે ચાલ

 નેતન્યાહૂ આ સદીનો 'નવો હિટલર', ભારતની ભૂમિકા મહત્વપૂર્ણ; ઇરાનનું મોટું નિવેદન

ઇરાને ઇઝરાયેલમાં મોટો મિસાઇલ હુમલો કર્યો છે. ઇરાન અને ઇઝરાયેલ વચ્ચે ચાલી રહેલા સંઘર્ષમાં હવે ભારતની પણ એન્ટ્રી થઇ છે. ઇરાનના રાજદૂત ઇરાજ ઇલાહીએ ભારતને લઇને મોટું નિવેદન આપ્યું છે. ઇરાજ ઇલાહીએ ભારતની ભૂમિકાને મિડલ ઇસ્ટમાં મહત્વપૂર્ણ ગણાવી છે. આ સિવાય ઇરાનના રાજદૂતે ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂને આ સદીનો 'નવો હિટલર' ગણાવ્યો છે. આ સાથે જ ઇઝરાયેલને ધમકી આપી છે કે તે નહીં સુધરે તો ફરી તેના પર હુમલો કરવામાં આવશે.

ઇઝરાયેલને આપી ચેતવણી

ભારતમાં ઇરાનના રાજદૂત ઇરાજ ઇલાહીએ ઇરાનના હુમલાને ઇઝરાયેલ વિરૂદ્ધ જવાબી કાર્યવાહી ગણાવી છે. આ સિવાય ઇઝરાયેલને ચેતવણી આપતા કહ્યું કે જો ઇઝરાયેલ ઇરાનની સંપત્તિ અને તેના હિતો પર હુમલો કરવાનું ચાલુ રાખશે તો ઇરાન વારંવાર આવા હુમલા તેના પર કરશે.

ઇરાજ ઇલાહીએ કહ્યું કે વિશ્વભરના લોકો પશ્ચિમ એશિયામાં ઇઝરાયેલ દ્વારા કરવામાં આવેલા હુમલાને જોઇ રહ્યું છે. ઇઝરાયેલે તમામ માનવઅધિકાર સંધિઓનું ઉલ્લંઘન કર્યું છે. ગાઝા અને દક્ષિણ લેબનોનમાં સતત લોહી વહી રહ્યું છે જેને જોઇને લોકો ગુસ્સામાં છે.

ઇરાનના રાજદૂતે ઇઝરાયેલના વડાપ્રધાનને આ સદીનો 'નવો હિટલર' ગણાવ્યો છે. ઇઝરાયેલ પર મિસાઇલ હુમલાને તેમને જવાબી કાર્યવાહી ગણાવતા કહ્યું કે ઇરાન પોતાના આંતરરાષ્ટ્રીય હિતો અને રાષ્ટ્રીય સુરક્ષાને લઇને મજાક કરતું નથી.
 
ભારતનો બન્ને પક્ષ સાથે ઘનિષ્ઠ સંબંધ

ઇરાજ ઇલાહીએ મિડલ ઇસ્ટમાં ભારતની ભૂમિકાને મહત્વપૂર્ણ ગણાવી છે. ઇલાહીએ તેની પાછળનું કારણ જણાવતા કહ્યું કે ભારતનો ઇરાન અને ઇઝરાયેલ બન્ને દેશ સાથે ઘનિષ્ઠ સંબંધ છે. ઇરાજ ઇલાહીએ આશા વ્યક્ત કરી છે કે ઇઝરાયેલને સમજાવવા અને રોકવામાં ભારત મદદ કરશે.

ઇરાની રાજદૂતે પીએમ મોદી દ્વારા તાજેતરમાં કહેવામાં આવેલા શબ્દ 'આ યુદ્ધનો યુગ નથી'ને દોહરાવતા કહ્યું કે અમે ઇરાનમાં પણ તેને માનીએ છીએ પરંતુ એક દેશ જો બીજાની સંપ્રભુતાનું ઉલ્લંઘન કરે છે તો તે દેશ બીજુ શું કરી શકે છે?'

ઇરાને હુમલાની કિંમત ચુકવવી પડશે- ઇઝરાયેલ

ઇરાન તરફથી ઇઝરાયેલમાં મિસાઇલો છોડવામાં આવી છે. ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ આ હુમલાને નિષ્ફળ પ્રયાસ ગણાવ્યો છે. આયરન ડોમ સહિત અન્ય ઇઝરાયેલી ડિફેન્સ સિસ્ટમે 180થી વધુ મિસાઇલોને નષ્ટ કરી નાખી છે. કેટલીક મિસાઇલો જ ઇઝરાયેલમાં પડી છે. પીએમ નેતન્યાહૂએ આ હુમલાને ઇરાનની મોટી ભૂલ ગણાવી છે અને કહ્યું કે- તેને તેની કિંમત ચુકવવી પડશે.

આ સમાચાર શેર કરો