મુખ્ય સામગ્રી પર જાઓ
વિશ્વ

આ દેશમાં પડ્યો દુકાળ, અનાજની તંગી વચ્ચે લોકોના પેટ ભરવા માટે હાથી, ઝીબ્રા મારવાના આદેશ

દક્ષિણ આફ્રિકન દેશ નામીબિયામાં દુકાળ પડ્યો છે અને અનાજ ખુટી ગયા છે. નામીબિયામાં છ

આ દેશમાં પડ્યો દુકાળ, અનાજની તંગી વચ્ચે લોકોના પેટ ભરવા માટે હાથી, ઝીબ્રા મારવાના આદેશ

દક્ષિણ આફ્રિકન દેશ નામીબિયામાં દુકાળ પડ્યો છે અને અનાજ ખુટી ગયા છે. નામીબિયામાં છેલ્લા 100 વર્ષમાં આવો દુકાળ ક્યારે પડ્યો નથી. આ દેશમાં લોકો પાસે અનાજ ખતમ થઇ ગયું છે. અનાજના સરકારી ગોડાઉન પણ ખાલી થઇ ગયા છે. એવામાં સરકારે હાથી, ઝીબ્રા અને દરિયાઇ ઘોડા સહિત 700 જાનવરોને મારવાના આદેશ આપ્યા છે. ગત મહિને સંયુક્ત રાષ્ટ્રે જણાવ્યું હતું કે નામીબિયાની અડધી વસ્તી ભુખમરા સામે ઝઝુમી રહી છે.

નામીબિયાના પર્યાવરણ મંત્રાલયે જાહેરાત કરી છે કે 723 જાનવરોને મારીને તેમના માંસને દુકાળ પ્રભાવિત વિસ્તારમાં વહેંચવામાં આવે. અનાજની કમીને કારણે દુકાળ પ્રભાવિત વિસ્તારોમાં પણ રાહત માટે માંસ વહેંચવો પડી રહ્યો છે. મંત્રાલયે કહ્યું કે મારવામાં આવનારા જાનવરોમાં 30 હિપ્પો, 60 ભેસ, 50 ઇમ્પાલા, 100 બ્લૂ વાઇલ્ડરબીસ્ટ, 300 ઝીબ્રા, 83 હાથી અને 100 અન્ય જાનવર સામેલ છે.

પ્રોફેશનલ શિકારી કરશે શિકાર

પ્રોફેશનલ શિકારી જ સફારીમાં જઇને આ જાનવરોનો શિકાર કરશે. માંગેતીમે અત્યાર સુધી 157 જાનવરોનો શિકાર કરવામાં આવ્યો છે. મહાંગો નેશનલ પાર્કમાં 20, ક્વાંદોમાં 70, બુફાલોમાં 6, મુદુમોમાં 9 જાનવરોનો શિકાર કરવામાં આવ્યો છે. અલ-નીનોને કારણે દુકાળથી દક્ષિણ આફ્રિકાના 6.8 કરોડ લોકો પ્રભાવિત છે. 2024ની શરૂઆતમાં જ દૂકાળનો પ્રભાવ શરૂ થયો હતો. તે બાદ પાક બરબાદ થઇ ગયા હતા અને ધીમે ધીમે અનાજની કમી થવા લાગી હતી.

આફ્રિકાના 16 દેશ દુકાળથી પ્રભાવિત

 સર્થન આફ્રિકન ડેવલપમેન્ટ કોમ્યુનિટી અનુસાર 16 દેશ દુકાળથી પ્રભાવિત છે.ઝિમ્બાબ્વે, ઝાંબિયા અને મલાવી પહેલા જ ખાદ્ય સંકટની જાહેરાત કરી ચુક્યા છે. જાણકારોનું કહેવું છે કે અલ નીનોને કારણે સંકટ વધી શકે છે. નામીબિયાની સરકારનું કહેવું છે કે જાનવરોને મારવાથી લોકોને ભોજન આપી શકાશે. 

આ સમાચાર શેર કરો