મુખ્ય સામગ્રી પર જાઓ
વિશ્વ

PoK રાવલકોટ જેલમાંથી 19થી વધુ કેદીઓ નાસી છૂટ્યા, ભાગેલા કેદીઓમાં ખતરનાક ગુનેગારો સામેલ

Rawalkot jail Pakistan PoK: મળતી માહિતી મુજબ PoKના પુંછ જિલ્લાની રાવલકોટ જેલમાંથી ઓછામાં ઓછા

PoK રાવલકોટ જેલમાંથી 19થી વધુ કેદીઓ નાસી છૂટ્યા, ભાગેલા કેદીઓમાં ખતરનાક ગુનેગારો સામેલ

Rawalkot jail Pakistan PoK: મળતી માહિતી મુજબ PoKના પુંછ જિલ્લાની રાવલકોટ જેલમાંથી ઓછામાં ઓછા 19 કેદીઓ પોલીસકર્મીઓને બંધક બનાવીને ભાગી ગયા હતા. પોલીસના જણાવ્યા અનુસાર ભાગી છૂટેલા કેદીઓમાં ખતરનાક ગુનેગારો પણ સામેલ છે. શહેરની બહાર પોલીસ અને કેદીઓ વચ્ચે ગોળીબાર થયો હતો, જેમાં એક કેદીનું મોત થયું હતું.

પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે કેદીઓએ પોલીસ પર ગોળીબાર કર્યો હતો, જેમાં એક કેદી ઘાયલ થયો હતો, જેની ધરપકડ કરવામાં આવી હતી અને બાદમાં તેનું મૃત્યુ થયું હતું. ભાગી છૂટેલા કેદીઓએ પોલીસ સાથે ગોળીબાર કરતા પહેલા બંદૂકની અણી પર એક પોલીસકર્મીને દબોચી લીધો હતા.

મૃત્યુદંડના કેદીઓ સહિત સૌથી ખતરનાક ભાગેડુઓ નાસી છૂટવામાં સફળ થયા ત્યારે પરિસ્થિતિ વધુ વણસી ગઈ. અધિકારીઓએ સમગ્ર જિલ્લામાં સુરક્ષા વધારી દીધી છે અને રાવલકોટ શહેરને ઘેરી લીધું છે. પોલીસ ભાગેડુઓને પકડવા અને વિસ્તારમાં શાંતિ જાળવવા માટે કામે લાગી છે. પોલીસે ફરાર કેદીઓની યાદી જાહેર કરી છે અને આ વિસ્તારમાં મોટી સંખ્યામાં પોલીસ દળો તૈનાત કરવામાં આવ્યા છે.

રાવલકોટ એસએસપીએ કહ્યું કે ફરાર કેદીઓને પકડવા માટે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યું છે. પોલીસના જણાવ્યા અનુસાર, મૃતક કેદીની ઓળખ ખય્યામ તરીકે થઈ છે, જેની ડ્રગ સંબંધિત આરોપોમાં ધરપકડ કરવામાં આવી હતી. જિલ્લા જેલ સ્ટાફને કસ્ટડીમાં લેવામાં આવ્યો છે અને તપાસ ચાલી રહી છે.

આ સમાચાર શેર કરો