ભારત પર Tarrif અંગે મોટા સમાચાર: અમેરિકાના સત્તાવાર નોટિફિકેશન બાદ PMOમાં યોજાઈ બેઠક

અમેરિકાએ ભારતથી આયાત થતી વસ્તુઓ પર વધારાના 25 ટકા એટલે કે કુલ 50 ટકા ટેરિફને લઈને સત્તાવાર નોટિ

ભારત પર Tarrif અંગે મોટા સમાચાર: અમેરિકાના સત્તાવાર નોટિફિકેશન બાદ PMOમાં યોજાઈ બેઠક

અમેરિકાએ ભારતથી આયાત થતી વસ્તુઓ પર વધારાના 25 ટકા એટલે કે કુલ 50 ટકા ટેરિફને લઈને સત્તાવાર નોટિફિકેશન જાહેર કર્યું છે. નવા ટેરિફ 27 ઓગસ્ટ, 2025ના રોજ 12.01 વાગ્યાથી લાગુ પડશે. 

ભારત અને અમેરિકા વચ્ચે ટ્રેડ ડીલને લઈને વાટાઘાટો ચાલી રહી હતી જે નિષ્ફળ ગઈ. બીજી તરફ અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું કહેવું છે કે ભારત રશિયાથી ઓઈલ ખરીદે છે જેના કારણે યુક્રેન યુદ્ધ રોકાઈ રહ્યું નથી. જે બાદ અમેરિકાએ ભારત પર કુલ 50 ટકા ટેરિફ ઝીંકવાની જાહેરાત કરી હતી. ભારતથી અમેરિકા જતાં સામાન પર 50 ટકા ટેરિફ વસૂલવામાં આવશે. 

જાહેરાત

કઈ કઈ વસ્તુઓ પર નહીં લાગે ટેરિફ? 

ફાર્માસ્યુટિકલ્સ, સેમિકંડક્ટર્સ, ઉર્જા સંસાધન 

ભારત પર અમેરિકાના ટેરિફની શું અસર થશે? 

ભારત અમેરિકામાં કુલ 87 બિલિયન ડોલરની નિકાસ કરે છે જે દેશના GDPનો 2.5 ટકા હિસ્સો છે 

ટેરિફના કારણે કયા ક્ષેત્રો પર સૌથી વધુ અસર થશે?

ટેક્સટાઈલ (કપડાં), રત્ન-આભૂષણ, ચામડું, સમુદ્રી ઉત્પાદન, રસાયણ, ઓટો પાર્ટ્સ 

આજે PMOમાં યોજાઇ શકે છે બેઠક

બીજી તરફ અમેરિકાના ટેરિફની સમીક્ષા તથા જરૂરી પગલાંની ચર્ચા કરવા માટે આજે PMOમાં બેઠક યોજાય તેવી શક્યતા છે. 

આ સમાચાર શેર કરો

જાહેરાત