VIDEO / અચાનક ઊંઘ ઉડી તો સમુદ્રની વચ્ચે હતો આ વ્યક્તિ, કલાકો સુધી મદદ માટે બુમો પાડતો રહ્યો
તાઈવાનના ન્યુતાઈપેઈ પોર્ટ પર માછીમારોને એક અજીવ વસ્તુ તરતી જોવા મળી હતી. જ્યારે, તેઓ નજીક પહોંચ્યા ત્યારે તે

તાઈવાનના ન્યુતાઈપેઈ પોર્ટ પર માછીમારોને એક અજીવ વસ્તુ તરતી જોવા મળી હતી. જ્યારે, તેઓ નજીક પહોંચ્યા ત્યારે તેમને સ્વિમિંગ રિંગ સાથે નગ્ન અવસ્થામાં એક વ્યકિત મળી આવ્યો હતો. આ વ્યકિત સમુદ્રની વચ્ચે કેવી રીતે આવ્યો તે ચર્ચાનો વિષય બન્યો છે. સોશિયલ મીડિયામાં વાયરલ થયેલી એક ક્લિપમાં એક વ્યકિતને બચાવવા માટે લાઈફગાર્ડને પ્રયત્નો કરતા જોઈ શકાય છે. તેને બચાવવા માટે ઈમરજન્સી સર્વિસની મદદ લેવામાં આવી હતી. પૂછપરછ બાદ ખબર પડી કે, આ ભાઈ 19 કલાક બાદ ઉઠ્યો તો પોતાને સમૃદ્ધની વચ્ચે અટવાઈ ગયેલો જોયો.
હોંગ નાને જણાવ્યા અનુસાર, 6 જુલાઈના સાંજે 6-7 વાગ્યાની આસપાસ તે થાકી ગયો હતો. થાક દૂર કરવા માટે તે સમુદ્રમાં રિંગ લઈને કૂદ્યો હતો. આ દરમિયાન તેણે થોડો દારૂ પણ પીધો હતો. થોડી મિનિટોમાં તે ઊંઘી ગયો અને દરિયાની વચ્ચે પહોંચી ગયો હતો.
હોંગ નાને જણાવ્યું કે, “હું કલાકો સુધી બુમો પાડતો રહ્યો પરંતુ, અનેક કિમી સુધી કોઈ વ્યકિતનું નામો- નિશાન જોવા મળતું ન હતું.” તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો અને કેટલાક ટેસ્ટ બાદ તેને રજા આપવામાં આવી હતી.






