Video: ચીનના AI સેક્ટરમાં મોટો કડાકો, કંપનીઓનું 1.7 ટ્રિલિયન ડોલરનું માર્કેટ કેપ ઘટ્યું

સોર્સ: gstv

અમેરિકાને પછાડીને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ ક્ષેત્રે મહાસત્તા બનવાનું સપનું જોઈ રહેલા ચીનને મોટો આર્થિક ફટકો પડ્યો છે. ચીનના એઆઈ સેક્ટરમાં ભારે વેચવાલી જોવા મળતા જૂનના અંતથી અત્યાર સુધીમાં ત્રણ મુખ્ય ટેક્નોલોજી ઈન્ડેક્સમાં લિસ્ટેડ કંપનીઓનું કુલ માર્કેટ કેપિટલાઇઝેશન 1.7 ટ્રિલિયન ડોલર એટલે કે અંદાજે 158 લાખ કરોડ રૂપિયા ઘટ્યું છે. એઆઈ ક્ષેત્રની વૈશ્વિક ગતિ ધીમી પડવાની સાથે અમેરિકાના ટેક્નોલોજી નિયંત્રણોની અસર પણ ચીનની કંપનીઓ પર જોવા મળી રહી છે. અલીબાબા અને ટેનસેન્ટ જેવી દિગ્ગજ કંપનીઓ ધરાવતો હેંગસેંગ ટેક ઈન્ડેક્સ બે વર્ષના સૌથી નીચા સ્તરે પહોંચી ગયો છે. જ્યારે હાર્ડવેર કંપનીઓ પર આધારિત ચીનેક્સ્ટ ઈન્ડેક્સ વિક્રમી ઊંચાઈથી 31 ટકા સુધી તૂટ્યો છે. ચીપ કંપનીઓના સ્ટાર-50 ઈન્ડેક્સમાં પણ મોટો કડાકો નોંધાતા ચીનના એઆઈ સેક્ટરની મુશ્કેલીઓ વધી છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત