મુખ્ય સામગ્રી પર જાઓ
વિશ્વ

પાકિસ્તાનમાં ફરી તખ્તા પલટો! ઈમરાન ખાને કહ્યું 'ગુલામીની સાંકળ તોડીશું’

પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનની પાર્ટી 'પાકિસ્તાન તહરીક એ ઈન્સાફ' (PTI)એ ફરી એકવાર દેશમાં બળવો પોકાર્યો છે. જેન

પાકિસ્તાનમાં ફરી તખ્તા પલટો! ઈમરાન ખાને કહ્યું 'ગુલામીની સાંકળ તોડીશું’

પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનની પાર્ટી 'પાકિસ્તાન તહરીક એ ઈન્સાફ' (PTI)એ ફરી એકવાર દેશમાં બળવો પોકાર્યો છે. જેના કારણે સમુચા પાકિસ્તાનમાં ખળભળાટ મચી ગયો છે. ઈમરાન ખાને સંદેશ આપ્યો છે કે, હવે તેઓ ગુલામીની હથકડીઓ સહન નહીં કરે અને તેને ધરમૂળથી ઉખાડી નાખશે. તેમની આ જાહેરાત બાદ ઈસ્લામાબાદમાં પ્રસ્તાવિત દેખાવોને ધ્યાનમાં રાખીને સરકારે રવિવારે કડક સુરક્ષાનો બંદોબસ્ત કર્યો છે.

ઈમરાન ખાનની પાર્ટી અને સરકાર બંને લડાઈ માટે તૈયાર...

ઈમરાન ખાને જનતાને "ગુલામીની બેડીઓ તોડવા" માટે એકજૂટ થવાનું આહ્વાન કર્યું છે. પાકિસ્તાન સરકારે ઈસ્લામાબાદમાં પીટીઆઈના વિરોધને રોકવા માટે રાષ્ટ્રીય રાજધાની તરફ જતા હાઈવે બંધ કરી દીધા, ઈન્ટરનેટ અને મોબાઈલ સેવાઓને આંશિક રીતે સ્થગિત કરી દીધી તેમજ જાહેર પરિવહનને અટકાવી દીધું. ઠેર ઠેર કન્ટેનર ઉભા કરીને મહત્વના રસ્તાઓને પણ અવરોધિત કર્યા હતા. આ સાથે મોટી સંખ્યામાં સુરક્ષા દળો પણ તૈનાત કરવામાં આવ્યા છે. 

પીટીઆઈનો વિરોધ પ્રદર્શન કરવાનો ઈરાદો

પીટીઆઈના નેતૃત્વએ સર્વસંમતિથી નિર્ણય લીધો છે કે દેખાવોનું આયોજન પ્લાન મુજબ રવિવારે કરાશે તેનો ઉદ્દેશ્ય સિદ્ધ ન થાય તે પહેલાં તે મોકૂફ પણ નહીં રખાય. પીટીઆઈના નેતાઓએ રવિવારે ખૈબર પખ્તુનખ્વાના મુખ્યમંત્રીના આવાસ પર એક ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી, જેમાં આ દેખાવો અંગેની રણનીતિ નક્કી કરવામાં આવી હતી. ખૈબર પખ્તુનખ્વાના મુખ્યમંત્રી અલી અમીન ગાંડાપુરે જણાવ્યું હતું કે તેઓ પ્રસ્તાવિત વિરોધની તૈયારીઓનું નિરીક્ષણ કરવા માટે બપોરે 3 વાગ્યે સ્વાબી પહોંચશે અને ઇસ્લામાબાદ તરફ પાર્ટીની કૂચનું નેતૃત્વ કરશે.

આ સમાચાર શેર કરો