દુનિયાની સૌથી નાની ઉંમરની અબજોપતિ બની 19 વર્ષની કોલેજ સ્ટુડન્ટ, નેટવર્થ જાણીને ચોંકી જશો
ફોર્બ્સે તાજેતરમાં ફોર્બ્સ બિલિયોનેર્સ લિસ્ટ 2024 બહાર પાડ્યું છ

ફોર્બ્સે તાજેતરમાં ફોર્બ્સ બિલિયોનેર્સ લિસ્ટ 2024 બહાર પાડ્યું છે. આ લિસ્ટમાં બ્રાઝિલની 19 વર્ષીય સ્ટુડન્ટ લિવિયા વોઈગટને દુનિયાની સૌથી નાની ઉંમરની બિલિયનેર બનવાનો ખિતાબ મળ્યો છે. આ લિસ્ટમાં યુવાનોનું વર્ચસ્વ દેખાઈ રહ્યું છે. આ લિસ્ટમાં 25 સૌથી યુવા અબજોપતિઓનો સમાવેશ થાય છે. આ તમામ યુવાનોની ઉંમર 33 કે તેથી ઓછી છે. ફોર્બ્સ અનુસાર બ્રાઝિલની રહેવાસી લિવિયા હાલ કોલેજ સ્ટુડન્ટ છે. હાલમાં તે યુનિવર્સિટીમાં સાયકોલોજીનો અભ્યાસ કરી રહી છે.
ફોર્બ્સ મુજબ દુનિયામાં કુલ 2,781 અબજોપતિ છે. આ સંખ્યામાં છેલ્લા વર્ષની સરખામણીમાં વધુ 141 લોકોનો સમાવેશ થયો છે. સૌથી વધુ અબજોપતિ અમેરિકામાં છે. અબજોપતિની સંખ્યાની દ્રષ્ટિએ ચીન બીજા નંબર પર છે અને ભારત ત્રીજા ક્રમે છે. ફોર્બ્સ મુજબ આ વર્ષે અમેરિકામાં 813 અબજોપતિ, ચીનમાં 473 અબજોપતિ અન ભારતમાં 200 અબજોપતિ છે.
બોર્ડનો હિસ્સો નથી
લિવિયા વોઈગટ હજી સુધી કંપનીના બોર્ડનો હિસ્સો નથી અને ન તો કંપનીમાં કોઈ મોટા હોદ્દા પર છે, પરંતુ તેની પાસે કંપનીની 3.1 ટકા ભાગીદારી છે. લિવિયાની મોટી બહેન ડોરા પણ યુવા અબજોપતિઓની લિસ્ટમાં સામેલ છે. લિવિયાની જેમ ડોરાની પણ WEGમાં 3.1 ટકાની ભાગીદારી છે. તે પણ હજી સુધી કંપનીના કોઈ હોદ્દા પર નથી.
કેટલી છે નેટવર્થ
લિવિયા વોઈગટની કુલ સંપત્તિ 1.1 બિલિયન ડોલર (આશરે 9,179 કરોડ રૂપિયા) છે. લિવિયા વોઈગટની સંપત્તિ લેટિન અમેરિકામાં ઈલેક્ટ્રિકલ મોટર્સના સૌથી મોટા નિર્માતા WEGના સૌથી મોટા વ્યક્તિગત શેરધારકોમાંથી એકમાં થાય છે. આ કંપનીની સ્થાપના તેના દાદા વર્નર રિકાર્ડો વોઈગટે દિવંગત અબજોપતિ એગોન જોઆઓ દા સિલ્વા અને ગેરાલ્ડો વર્નિગહોસ સાથે મળીને કરી હતી. કંપનીની દસથી વધુ દેશોમાં ફેક્ટ્રીઝ છે. વર્ષ 2022માં તેનું રેવન્યૂ આશરે 6 બિલિયન ડોલર (50 હજાર કરોડ) હતું.






