મુખ્ય સામગ્રી પર જાઓ
વિશ્વ

'તત્કાલ લેબનોન છોડો', ભારતીય દૂતાવાસે વધતા તણાવ વચ્ચે એડવાઈઝરી કરી જાહેર

ઇઝરાયેલ અને લેબનોન વચ્ચે યુદ્ધ ઉગ્ર બની રહ્યું છે જેના કારણે મધ્ય પૂર્વમાં

'તત્કાલ લેબનોન છોડો', ભારતીય દૂતાવાસે વધતા તણાવ વચ્ચે એડવાઈઝરી કરી જાહેર

ઇઝરાયેલ અને લેબનોન વચ્ચે યુદ્ધ ઉગ્ર બની રહ્યું છે જેના કારણે મધ્ય પૂર્વમાં તણાવ ઝડપથી વધી રહ્યો છે. આ અંગે, બેરુતમાં ભારતીય દૂતાવાસે બુધવારે લેબનોનમાં ભારતીય નાગરિકો માટે એક એડવાઈઝરી જારી કરીને તેમને તાત્કાલિક દેશ છોડવાની સલાહ આપી છે અને બેરુતમાં ભારતીય દૂતાવાસે X પર એક પોસ્ટ શેર કરી છે અને કહ્યું છે કે, 'આ ક્ષેત્રમાં તણાવને ધ્યાનમાં રાખીને, ભારતીય નાગરિકોને તરત જ દેશ છોડી દેવાની સલાહ આપવામાં આવે છે.જ્યાં સુધી આગળની સૂચના ન મળે ત્યાં સુધી લેબનોનનો પ્રવાસ ન કરવો.

ભારતીય નાગરિકોને પણ લેબનોન છોડવાની સલાહ આપવામાં આવી

લેબનોનમાં પહેલાથી જ હાજર તમામ ભારતીય નાગરિકોને પણ લેબનોન છોડવાની સલાહ આપવામાં આવી છે. જેઓ કોઈપણ કારણોસર રોકાયા છે તેમને સલાહ આપવામાં આવી છે કે તેઓ ખાસ સાવધાની રાખે, તેઓ સુરક્ષિત સ્થાન પર જતા રહે અને બેરૂતમાં ભારતીય દૂતાવાસનો સંપર્ક કરે.

'ઈઝરાયલી બોમ્બ ધડાકામાં 580થી વધુ લોકોના મોત'

હમાસ અને ઈઝરાયેલ વચ્ચેના યુદ્ધને લગભગ એક વર્ષ થઈ ગયું છે અને હવે ઈઝરાયેલ ખુલ્લેઆમ હિઝબુલ્લાને નિશાન બનાવી રહ્યું છે. ગયા અઠવાડિયે પેજર હુમલાથી શરૂ થયેલો હુમલો હવે હવાઈ હુમલામાં ફેરવાઈ ગયો છે. માહિતી અનુસાર, ઇઝરાયેલની બોમ્બમારાથી લેબનોનમાં અત્યાર સુધીમાં 580થી વધુ લોકોના મોત થયા છે, જેમાં ડઝનેક બાળકો પણ સામેલ છે. લેબનોનના સ્વાસ્થ્ય મંત્રીએ તેને 'નરસંહાર' ગણાવ્યો છે.

ઈઝરાયેલની સેનાએ લેબનાનમાં હિજબુલ્લાના સંખ્યાબંધ ઠેકાણાઓને કર્યા નષ્ટ 

ઈઝરાયેલની સેના ઘણા સમયથી લેબનાનમાં હિજબુલ્લાના ઠેકાણાઓ પર સતત હુમલો કરી રહી હતી. 17 ઓક્ટોમ્બરે ઈઝરાયેલે પોતાના લોકોને પરત ફરવા જણાવ્યું હતું, ત્યારથી જ લાગી રહ્યું હતું કે ઈઝરાયેલ લેબનાનમાં મોટું ઓપરેશન કરવાની તૈયારીમાં છે, તે જ દિવસે એ પજરો પર એટેક કરવામાં આવ્યો હતો, જેનો વપરાશ હિજબુલ્લાના લડવૈયા વાતચીત કરવા માટે કરી રહ્યા હતા, આ એટેકમાં 9 લોકોના મોત નિપજ્યા હતા, જ્યારે 4 હજારથી વધુ લોકો ઘાયલ થયા હતા.

આ સમાચાર શેર કરો