મુખ્ય સામગ્રી પર જાઓ
વિશ્વ

પાપુઆ ન્યુ ગિનીમાં ભૂસ્ખલનથી 2000થી વધુના મોત, બચાવ કામગીરી માટે આંતરરાષ્ટ્રીય મદદ માગી

શનિવારે પાપુઆ ન્યુ ગિનીમાં એક પહાડ પર થયેલા ભૂસ્ખલનમાં મૃત્યુનો આંક સતત વધી રહ્યો છે. શરૂઆતમાં 100 લોકો

પાપુઆ ન્યુ ગિનીમાં ભૂસ્ખલનથી 2000થી વધુના મોત, બચાવ કામગીરી માટે આંતરરાષ્ટ્રીય મદદ માગી

શનિવારે પાપુઆ ન્યુ ગિનીમાં એક પહાડ પર થયેલા ભૂસ્ખલનમાં મૃત્યુનો આંક સતત વધી રહ્યો છે. શરૂઆતમાં 100 લોકોના મોતની પુષ્ટિ બાદ આ અંક વધીને 2000ને પાર કરી ગયો છે. જો કે સરકારે મૃત્યુની સંખ્યાની હજુ સુધી પુષ્ટિ કરી નથી, પરંતુ સોમવારે સ્પષ્ટતા કરી હતી કે આ દુર્ઘટનામાં 2,000 થી વધુ લોકો જીવતા દટાયા હતા. સરકારે કહ્યું કે તેણે રાહત પ્રયાસો માટે ઔપચારિક રીતે આંતરરાષ્ટ્રીય મદદ માંગી છે. રાજધાની પોર્ટ મોરેસ્બીથી 600 કિમી ઉત્તર-પશ્ચિમમાં એન્ગા પ્રાંતમાં ભૂસ્ખલન થયું હતું.


આ પહેલા ઈન્ટરનેશનલ ઓર્ગેનાઈઝેશન ફોર માઈગ્રેશનએ પાપુઆ ન્યુ ગીનીમાં 670 લોકોના મોતની આશંકા વ્યક્ત કરી હતી. સરકારના આંકડા સંયુક્ત રાષ્ટ્રની આ એજન્સીના આંકડા કરતા લગભગ ત્રણ ગણા છે. યુએનને લખેલા પત્રમાં, નેશનલ ડિઝાસ્ટર સેન્ટરના કાર્યકારી નિર્દેશકે જણાવ્યું હતું કે ભૂસ્ખલનથી 2,000 થી વધુ લોકો જીવતા દટાઈ ગયા હતા અને 'મોટી દુર્ઘટના' સર્જાઈ હતી. 

વિદેશ મંત્રી જયશંકરે શોક વ્યક્ત કર્યો

વિદેશ મંત્રી એસ. જયશંકરે સોમવારે પાપુઆ ન્યુ ગિનીમાં ભૂસ્ખલનને કારણે જાનહાનિ અને સંપત્તિના નુકસાન અંગે શોક વ્યક્ત કર્યો હતો. તેમણે X પર લખ્યું, અમારી સંવેદના સરકાર અને લોકો સાથે છે. ભારત આ મુશ્કેલ સમયમાં અમારા મિત્રો સાથે એકતામાં ઊભું છે. જયશંકરે કહ્યું કે, ભૂસ્ખલનથી વિસ્તારમાં ભારે નુકસાન થયું છે. અમે પીડિતો અને તેમના પરિવારો પ્રત્યે સહાનુભૂતિ વ્યક્ત કરીએ છીએ.

આ સમાચાર શેર કરો