ઉપપ્રમુખ કમલા હેરિસ પેન્સિલવેનિયામાં વિજયી થયા છે?: ABCએ ભૂલથી પરિણામો જાહેર કર્યા

ABC સંલગ્ન ડબલ્યુ અને ઇપી ટીવીએ ભૂલથી પરિણામો જાહેર કરતાં જણાવ્યું હતું કે, ઉપપ્રમુખ કમલા હેરિસ પેન્સિલવેનિયામાં વિજયી થયા છે. અમેરિકાના પ્રમુખ પદની ચૂંટણી પરિણામો આડે માત્ર ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે, ત્યારે તે ચેનલનાં ગ્રાફિકસે જણાવી દીધું હતું કે કમલાને 52% મત મળે છે જયારે ટ્રમ્પને 47 ટકા મત મળ્યા છે.
આ સમાચારે તેણે ફોર્મ્યુલા-1 મેક્ષિકો ગ્રાન્ડ પ્રીના પ્રસારણ સમયે રવિવારે વચ્ચેથી આપી દીધા હતા.
આમ ઓન લાઇન કોન્સ્પીરસી (ષડયંત્ર) થાય છે અને નેટવર્ક અંગે પણ ટીકાઓની ઝડી વરસી હતી. જો કે પછીથી એબીસીએ આ ભૂલ અંગે માફી માગી હતી અને કહ્યું હતું કે, હવે થી આવું નહીં થાય.
આ પણ વાંચો : અમેરિકામાં કેવી રીતે યોજાય છે રાષ્ટ્રપતિની ચૂંટણી? કમલા હેરિસ અને ટ્રમ્પ વચ્ચે કાંટે કી ટક્કર
આ ભૂલ થવાનું કારણ પણ દર્શાવતા ડબલ્યુ.એન.ઇ.પી.- ટીવીએ જણાવ્યું હતું કે, આ આંકડાઓ વાસ્તવમાં કોઈ નિશ્ચિત આયોજન સિવાય જ અહીં તહીથી પ્રાપ્ત કરવામાં આવ્યા હતા. ખરેખરી મત ગણતરીના આધારે નહીં. એબીસીએ વધુ સ્પષ્ટતા કરતાં કહ્યું હતું કે, વાસ્તવમાં તે સ્ક્રીન ઉપર રજૂ કરવાના જ ન હતા. પરંતુ ભૂલથી રજૂ થઈ ગયા છે.
કેટલાક ડેમોક્રેટસ અને કમલા તરફીઓ કહે છે, આશા રાખીએ કે તે આંકડા સાચા પડે.

