મુખ્ય સામગ્રી પર જાઓ
વિશ્વ

જૂનાગઢના બાંટવા કુટુંબના ધનિકે ખરીદી પાકિસ્તાન ઇન્ટરનેશનલ એરવેઝ, કિંમત આશરે 4300 કરોડ રૂપિયા

પાકિસ્તાને તેની રાષ્ટ્રીય એરલાઇન્સ પાકિસ્તાન ઇન્ટરનેશનલ એરવેઝ (પી.આ

જૂનાગઢના બાંટવા કુટુંબના ધનિકે ખરીદી પાકિસ્તાન ઇન્ટરનેશનલ એરવેઝ, કિંમત આશરે 4300 કરોડ રૂપિયા

પાકિસ્તાને તેની રાષ્ટ્રીય એરલાઇન્સ પાકિસ્તાન ઇન્ટરનેશનલ એરવેઝ (પી.આઇ.એ.) લીલામી દ્વારા ખાનગી કંપનીએ વેચી છે આ કંપનીના માલિક આરીફ હબીબ મૂળ ગુજરાતી છે. તેમના 135 બિલિયન પાકિસ્તાની રૂપિયાની બોલી લગાડી 'પાકિસ્તાન ઇન્ટરનેશનલ એરલાઇન્સ કોર્પોરેશન લિમિટેડ' (પીઆઇએસી) પાસેથી આ એરલાઇન્સ ખરીદી લીધી છે. ભારતીય કરન્સીમાં આ રકમ આશરે 4300 કરોડ રૂપિયા જેટલી થાય છે.

આ લીલામીમાં 3 પાર્ટીઓ ઉતરી હતી (1) લકી સિમેન્ટ (2) એરલાઇન એર બ્લ્યુ (3) ઇન્વેસ્ટમેન્ટ ફર્મ આરીફ હબીબ. આ ત્રણેયએ તેમની 'બીડ' એક બુલેટપ્રુફ ટ્રાન્સપેરન્ટ કાચના બોકસમાં બધા કવરમાં મુકી હતી. બોક્સ ઉઘાડયું જ્યારે આરીફ પાકિસ્તાની રૂપિયા અને એર બ્લ્યુએ તો માત્ર 26.5 અબજ પાકિસ્તાની રૂપિયાની બોલી લગાડી હતી.

આરીફ હબીબ એક સફળ પાકિસ્તાની વ્યાપારી છે પરોપકારી પણ છે. તેઓ 'આરીફ હબીબ જૂથ' કંપનીના સંસ્થાપક છે તે જૂથ કેટલાય ક્ષેત્રો જેવાં કે ફાયનાન્સિયલ સર્વિસિસ, રીયલ એસ્ટેટ, સીમેન્ટ, ફર્ટિલાઇઝર્સ, એનર્જિ અને પોલાદ જેવા ક્ષેત્રોમાં મૂડીરોકાણ કર્યું છે. આરીફ હબીબ ફાઉન્ડેશનના નામે તેઓ ઘણાં સખાવતી કાર્યો પણ કરે છે.

ગુજરાતના જૂનાગઢ જિલ્લાના બાંટવા ગામેથી તેમનું કુટુંબ 1947માં ભાગલા સમયે જ પાકિસ્તાન શિફ્ટ થયું હતું. આરીફ હબીબનો જન્મ કરાંચીમાં થયો હતો.

1970માં કરાચીમાં એક સ્ટોક બ્રોકર તરીકે તેમણે કેરિયર શરૂ કરી તેઓ તેના અધ્યક્ષપદે પણ ચૂંટાયા હતા. તેઓએ સરકારે હાથ ધરેલા ખાનગીકરણમાં ભાગીદાર બનવાનું શરૂ કર્યું જે તેઓની અઢળક સંપત્તિ માટે કારણભૂત બન્યું અત્યારે તેમની સંપત્તિ 5000 લાખ ડોલર આસપાસ માનવામાં આવે છે.

ગુજરાતના બાંટવાનું આ કુટુંબ મુળ તો ચાનો ધંધો કરતું હતું. તેમાંથી પાકિસ્તાનનાં ટોચના કુટુંબોમાં આવી ગયું. આરીફ હબીબને અનેક ખિતાબો મળ્યા છે તેમાં સર્વોચ્ચ સન્માન 'સિતારા એ ઇમ્તિયાઝ' પણ સામેલ છે.

આ સમાચાર શેર કરો