'અમે એક બીજાના દુશ્મન નથી', ટ્રમ્પ પર હુમલા બાદ અમેરિકાના રાષ્ટ્રપતિ બાઇડનનું દેશને સંબોધન
અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડને પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પર થયેલા હુમલા બાદ દેશને સ

અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડને પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પર થયેલા હુમલા બાદ દેશને સંબોધન કર્યું હતું. અમેરિકાના રાષ્ટ્રપતિએ કહ્યું કે, અમેરિકાના ઇતિહાસમાં પહેલા ઘણી હિંસા જોવા મળી છે. ફરીથી હિંસાના રસ્તે ના ચાલી શકાય.
બાઇડને દેશને સંબોધતા ડોનાલ્ડ ટ્રમ્પથી લઇને અમેરિકન સંસદ પર થયેલા હુમલાનો ઉલ્લેખ કર્યો હતો અને કહ્યું કે અમેરિકામાં આ રીતની હિંસાની કોઇ જગ્યા નથી. હવે થોડો સંયમ રાખવાનો સમય આવી ગયો છે.
ડોનાલ્ડ ટ્રમ્પ પર થયો હતો હુમલો
અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પેનસિલ્વેનિયામાં ચૂંટણી રેલીને સંબોધતા હતા આ દરમિયાન એક હુમલાખોરો તેમના પર ગોળીબાર કર્યો હતો. ગોળી ટ્રમ્પના કાનને ટચ કરીને નીકળી ગઇ હતી જેને કારણે તેમના કાનમાંથી લોહી પડવા લાગ્યુ હતું. આ હુમલામાં એક નાગરિકનું મોત થયું હતું જ્યારે બે અન્ય ઘાયલ થયા હતા. ટ્રમ્પની સુરક્ષામાં તૈનાત સીક્રેટ સર્વિસના જવાનોએ 20 વર્ષીય હુમલાખોર થૉમસ મેથ્યુ ક્રૂક્સને ઠાર માર્યો હતો.
અમે દુશ્મન નથી- બાઇડન
દેશને સંબોધન કરતા બાઇડને કહ્યું, 'હું આજે રાત્રે તમારી સાથે રાજકારણમાં પારો ઓછો કરવાની જરૂરીયાત પર વાત કરવા માંગુ છું. હું યાદ અપાવવા માંગુ છું કે જ્યારે આપણે અસહમત હોઇએ છીએ તો આપણે દુશ્મન નથી પણ પાડોશી છીએ, અમે મિત્ર છીએ, સહકર્મી છીએ, નાગરિક છીએ અને સૌથી જરૂરી વાત આ છે કે આપણે અમેરિકન છીએ. આપણે એક સાથે ઉભા થવું જોઇએ."
અમેરિકામાં હિંસાના રસ્તે નથી જઇ શકતા- બાઇડન
અમેરિકાના રાષ્ટ્રપતિએ કહ્યું, "આજે હું તે વસ્તુને લઇને વાત કરવા માંગુ છું, જે આપણે જાણીએ છીએ. એક પૂર્વ રાષ્ટ્રપતિ પર ગોળીઓ વરસાવવામાં આવી અને એક અમેરિકન નાગરિકનું મોત થયું. જે માત્ર પોતાના પસંદગીના ઉમેદવારનું સમર્થન આપવાની આઝાદીના અધિકારનો ઉપયોગ કરતો હતો. આપણે આવું નથી કરી શકતા. આપણે અમેરિકામાં આ રસ્તા પર ના જવું જોઇએ, જેનાથી આપણો ઇતિહાસ ખરડાયેલો છે. હિંસા ક્યારેય પણ તેનો જવાબ નથી."
અમેરિકામાં હિંસા માટો કોઇ જગ્યા નથી- અમેરિકાના રાષ્ટ્રપતિ
બાઇડને તાજેતરના વર્ષોમાં અમેરિકામાં થયેલી હિંસાનો પણ ઉલ્લેખ કર્યો હતો. બાઇડને કહ્યું, પછી તે બન્ને પાર્ટીઓ કોંગ્રેસના સભ્યોને નિશાન બનાવીને ગોળી મારવાની ઘટના હોય, 6 જાન્યુઆરીએ કેપિટલ હિલ પર હિંસક ભીડ દ્વારા હુમલો કરવાની ઘટના હોય કે પછી સદનના પૂર્વ સ્પીકર નેન્સી પેલોસીના પતિ પર હુમલો હોય કે ચૂંટણી અધિકારીઓને ધમકી આપવાની ઘટના હોય, વર્તમાન ગવર્નર વિરૂદ્ધ અપહરણનું ષડયંત્ર કે પછી ડોનાલ્ડ ટ્રમ્પની હત્યાનો પ્રયાસ હોય. અમેરિકામાં આ રીતની હિંસા માટે કોઇ જગ્યા નથી."








