VIDEO: ઈઝરાયલની યમન પર એરસ્ટ્રાઈક, પોર્ટ, તેલના ડેપો અને પાવર સ્ટેશન તબાહ
ઈઝરાયેલના હુમલામાં યમનને ભારે નુકસાન થયું છે. ઈઝરાયેલના હવાઈ હુમલામાં તેના બંદરો, તેલના ડેપો અને પાવર સ્ટેશનનો નાશ થયો હતો. ઇઝરા

ઈઝરાયેલના હુમલામાં યમનને ભારે નુકસાન થયું છે. ઈઝરાયેલના હવાઈ હુમલામાં તેના બંદરો, તેલના ડેપો અને પાવર સ્ટેશનનો નાશ થયો હતો. ઇઝરાયેલના આ ડ્રોન હુમલામાં યમનમાં ત્રણ લોકોના મોત થયા છે જ્યારે 80થી વધુ લોકો ઘાયલ હોવાનું કહેવાય છે. ઈઝરાયેલે F-35 અને F-16 ફાઈટર એરક્રાફ્ટથી આ હુમલો કર્યો હતો. હવાઈ હુમલામાં આઠ F-35 અને પાંચ F-16 ફાઈટર એરક્રાફ્ટ સામેલ હતા.
ઇઝરાયેલે યમનના અલ-હોદેદા વિસ્તારમાં એક ઓઇલ ડેપો અને પાવર સ્ટેશનને નિશાન બનાવ્યું હતું. આ હુમલા બાદ યમનમાં ઘણા પેટ્રોલ પંપ બંધ કરી દેવામાં આવ્યા છે.
ઈઝરાયેલે હુતીના ડ્રોન હુમલાનો બદલો લીધો
ઇઝરાયેલે તેલ અવીવ પર હુતી ડ્રોન હુમલાનો બદલો લીધો હતો. તેલ અવીવમાં હુતીના ડ્રોન હુમલામાં એક ઇઝરાયેલ નાગરીકનું મોત થયું હતું અને ઘણા ઘાયલ થયા હતા. આ હુમલા બાદ શહેરમાં ભયનો માહોલ ફેલાયો હતો. ઈઝરાયેલની સુરક્ષા એજન્સીઓ પર સવાલો ઉઠી રહ્યા હતા. હુતીએ આ હુમલાની જવાબદારી લીધી હતી. હુમલાના બે દિવસ બાદ ઈઝરાયેલે યમન પર જોરદાર હવાઈ હુમલો કર્યો હતો.
યમન
ત્રણ લોકો મૃત્યુ પામ્યા
80 થી વધુ ઘાયલ
અલ-હોદેદા બંદર નાશ પામ્યું
અલ-હોદેદા તેલનો ભંડાર નાશ પામ્યો
અલ-હોદેદા પાવર સ્ટેશન ડાઉન
ઓઈલ ડેપો અને વીજ સ્ટેશનનું નામોનિશાન મિટાવ્યું
યમનના હૂથી જૂથ દ્વારા સંચાલિત મુખ્ય ટેલિવિઝન સમાચાર આઉટલેટ અલ મસીરા ટીવીએ સ્વાસ્થ્ય મંત્રાલયને જણાવ્યું કે અહીં ઓઈલ ડેપો અને એક વીજ સ્ટેશનને નિશાન બનાવીને કરાયેલા હવાઈ હુમલામાં મોટાપાયે જાનહાનિ થઈ છે. લોકો ગંભીર રીતે દાઝી ગયા હતા. ભીષણ બોમ્બમારાને કારણે આખું યમન ધણધણી ઊઠ્યું હતું. લોકોમાં ફફડાટ ફેલાયો હતો.








