મુખ્ય સામગ્રી પર જાઓ
વિશ્વ

ઇઝરાયેલની વધુ એક એરસ્ટ્રાઇક, આ દેશમાં કમાન્ડો ઓપરેશન કરી ઇરાની અધિકારીઓને ઉઠાવ્યા

ઇઝરાયેલના કમાન્ડોએ સીરિયા પર અત્યાર સુધીનો સૌથી ઘાતક હુમલો કર્યો છે. પહેલા ફાઇટર જેટ અને હેલિકોપ્ટરની મદદથી એરસ્ટ્રાઇક

ઇઝરાયેલની વધુ એક એરસ્ટ્રાઇક, આ દેશમાં કમાન્ડો ઓપરેશન કરી ઇરાની અધિકારીઓને ઉઠાવ્યા

ઇઝરાયેલના કમાન્ડોએ સીરિયા પર અત્યાર સુધીનો સૌથી ઘાતક હુમલો કર્યો છે. પહેલા ફાઇટર જેટ અને હેલિકોપ્ટરની મદદથી એરસ્ટ્રાઇક કરી અને સાઇન્ટિફિક રિસર્ચ સેન્ટરને ઉડાવ્યું હતું. બે-ચાર ઇરાની અધિકારીઓનું અપહરણ કરી તેમની સાથે કેટલાક યંત્ર અને દસ્તાવેજ ઉઠાવી લાવ્યા હતા. તે બાદ મિસાઇલથી વિસ્તારમાં હુમલો કર્યો હતો.

કિડનેપ કરાયેલા ઇરાની અધિકારી એક્સપર્ટ

માનવામાં આવે છે કે ઇરાની અધિકારી અલગ અલગ વસ્તુના એક્સપર્ટ છે. જે સેન્ટરમાંથી તેમને ઇઝરાયેલી કમાન્ડોએ ઉઠાવ્યા છે, તે એક કેમિકલ રિસર્ચ સેન્ટર છે. આ સેન્ટરનો ઉપગોય ઇરાન અને સીરિયા બન્ને મળીને કરતા હતા. આ વિસ્તારમાં અવાર નવાર સીરિયન સરકારના અધિકારી અને ઇરાની રેવોલ્યૂશનરી ગાર્ડના અધિકારીઓની મીટિંગ મળતી હતી.

આ હુમલા બાદ આ વિસ્તારમાં ટાઇટ સિક્યુરિટી વધારવામાં આવી છે. વિસ્તારને લૉકડાઉનમાં મુકવામાં આવ્યો છે. આ વર્ષે સીરિયામાં ઇરાનના સમર્થન ધરાવતા આતંકી ગ્રુપ પર ઇઝરાયેલે 43 એરસ્ટ્રાઇક કરી છે. સૌથી ઘાતક હુમલો 9 સપ્ટેમ્બર 2024નો હતો જેમાં 15 મિલિટ્રી સાઇટ્સને ટાર્ગેટ બનાવવામાં આવી હતી. 18 લોકો માર્યા ગયા હતા જ્યારે 37 ઘાયલ થયા હતા.

રિસર્ચ સેન્ટરમાં બનતા હતા ડ્રોન્સ અને રોકેટ્સ

કહેવામાં આવે છે કે મસયફ અને હામાના આ રિસર્ચ સેન્ટરમાં ડ્રોન્સ અને રોકેટ બનતા હતા. સીરિયામાં આ પહેલા ઇઝરાયેલે 1 એપ્રિલ 2004માં દમિશ્કમાં હુમલો કર્યો હતો જેમાં ઇરાનના બે જનરલ માર્યા ગયા હતા તેમની સાથે પાંચ અન્ય લોકો પણ માર્યા ગયા હતા. આ પહેલા 7 ઓક્ટોબર 2024માં ઇઝરાયેલે ઇરાનના સીનિયર મિલિટ્રી અધિકારીઓને નિશાન બનાવ્યા હતા.

આ સમાચાર શેર કરો