ઇઝરાયેલનો યમન પર સૌથી મોટો હુમલો, હૂતી વડાપ્રધાન-સંરક્ષણ મંત્રી અને આર્મી ચીફના મોતનો દાવો

ઇઝરાયેલે યમનના પાટનગર સનામાં હૂતી વિદ્રોહીઓ વિરૂદ્ધ મોટો હવાઇ હુમલો કર્યો છે. આ હુમલામાં હૂતીઓના સૈન્ય અને રાજકીય નેતૃત્ત્વને મોટું નુકસાન થયું છે.આ હુમલામાં હૂતી વડાપ્રધાન ગાલિબ અલ-રહાવી અને ગ્રુપના કેટલાક સૈન્ય અધિકારી માર્યા ગયા છે.
ઇઝરાયેલી મીડિયાએ યમનના હૂતિઓ પર સૌથી મોટો હુમલો ગણાવ્યો છે. આ હુમલો તે સમયે કરવામાં આવ્યો જ્યારે ટોચના નેતા હૂતી પ્રમુખના અલ-મલિક હૂતીનું રાષ્ટ્રીય સ્તર પર પ્રસારિત ભાષણ જોઇ રહ્યા હતા. આ હુમલાના સમાચાર સૌથી પહેલા હૂતી ગ્રુપ સંચાલિત અલ મસીરા ટીવીએ આપ્યા હતા અને પછી સંરક્ષણ મંત્રી ઇઝરાયેલ કાટ્જ અને IDFએ હુમલાની પૃષ્ટી કરી હતી.
એપાર્ટમેન્ટની અંદર નિશાન બનાવાયા
યમનના અલ-જમ્હુરિયા ચેનલે જણાવ્યું કે હૂતી વડાપ્રધાન અલ-રહાવી પોતાના કેટલાક સહયોગીઓ સાથે એક એપાર્ટમેન્ટમાં હતા જ્યારે તેમણે નિશાન બનાવવામાં આવ્યા હતા. ઇઝરાયેલની ચેનલે જણાવ્યું કે હૂતી સંરક્ષણ મંત્રી મોહમ્મદ નાસિર અલ-અથિફી અને ચીફ ઓફ સ્ટાફ મોહમ્મદ અબ્દ અલ-કરીમ અલ-ગમારીના પણ હુમલામાં માર્યા ગયાની સંભાવના છે.
અલ-હૂતીનો ભાષણ સાંભળવા ભેગા થયા હતા નેતાઓ
રિપોર્ટ અનુસાર ઇઝરાયેલની જાસુસી એજન્સી મોસાદને ખબર પડી કે સંરક્ષણ મંત્રી સહિત 10 હૂતી મંત્રી અને અન્ય સીનિયર અધિકારી ગ્રુપના નેતા અબ્દુલ મલિક અલ હૂતીનું એક ભાષણ સાંભળવા માટે સના બહાર ભેગા થયા હતા. તે બાદ ઇઝરાયેલી વાયુ સેનાએ આ બેઠકને નિશાન બનાવી હુમલો કર્યો હતો. અલ રહાવી એક વર્ષથી હૂતિઓનો કબ્જો ધરાવતા યમનના વડાપ્રધાન હતા. જોકે, તેમણે આંતરરાષ્ટ્રીય માન્યતા મળી નહતી.

