Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વિશ્વ : Iran's big statement in the midst of war, ceasefire with the US and 3 conditions for talks

યુદ્ધ વચ્ચે ઈરાનનું મોટું નિવેદન, અમેરિકા સાથે યુદ્ધવિરામ અને વાતચીત માટે મૂકી 3 શરતો

Timeછેલ્લું અપડેટ : 20 Sept 2026
લાઇવ ટીવીGoogle News
યુદ્ધ વચ્ચે ઈરાનનું મોટું નિવેદન, અમેરિકા સાથે યુદ્ધવિરામ અને વાતચીત માટે મૂકી 3 શરતો
સોર્સ : Google

અમેરિકા સાથે ચાલી રહેલા સંઘર્ષ અને યુદ્ધનો અંત લાવવા માટે ઈરાને ફરી એકવાર વાતચીત તરફ પગલું ભર્યું છે. ઈરાને મધ્યસ્થી દેશો સમક્ષ કેટલીક ચોક્કસ શરતો મૂકી છે, જેના આધારે તે અમેરિકા સાથે ફરીથી વાટાઘાટો શરૂ કરવા તૈયાર છે. જોકે, આ શાંતિ પહેલ વચ્ચે ઈરાને અમેરિકા તરફથી થઈ રહેલી સંભવિત સૈન્ય કાર્યવાહી સામે આકરી જવાબી કાર્યવાહી કરવાની ચેતવણી પણ ઉચ્ચારી છે.

App Store

યુદ્ધવિરામ અને વાતચીત માટે ઈરાનની મુખ્ય શરતો

ઈરાનના સુરક્ષા પ્રમુખ મોહસીન રેઝાઈએ એક મુલાકાતમાં સ્પષ્ટ કર્યું છે કે, તેઓ અમેરિકા સાથે ફરી વાતચીત માટે તૈયાર છે. તેમણે જણાવ્યું કે, ઈરાનની શરતોમાં તમામ મોરચે યુદ્ધનો સંપૂર્ણ અંત લાવવો, વિદેશોમાં ફ્રીઝ કરાયેલા ઈરાની નાણાંને મુક્ત કરવા અને નૌકાદળની નાકાબંધી તાત્કાલિક હટાવવાનો સમાવેશ થાય છે. હાલમાં કતાર અને પાકિસ્તાનના મધ્યસ્થીઓ સાથે આ અંગે ચર્ચા ચાલી રહી છે અને હવે ઈરાન અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ (US President Donald Trump)ના પ્રતિભાવની રાહ જોઈ રહ્યું છે.

અમેરિકી હુમલાની આશંકા સામે ઈરાની સેનાનું અલ્ટીમેટમ

ઈરાનના સૈન્ય કમાન્ડને બાતમી મળી છે કે, અમેરિકા કેટલાક સ્થાનિક દેશોના સમર્થનથી ઈરાન વિરુદ્ધ ફરી સૈન્ય કાર્યવાહી કરવાની તૈયારીમાં છે. ઈરાની સેનાએ સખત ચેતવણી આપતા જણાવ્યું છે કે, જો અમેરિકા કોઈ પણ પ્રકારનો હુમલો કરશે, તો આ વિસ્તારમાં રહેલા અમેરિકી સૈન્ય થાણાઓ અને તેના હિતો પર સતત વળતા પ્રહારો કરવામાં આવશે. આ ઉપરાંત, અમેરિકાને સાથ આપનારા દેશોને પણ આ સંઘર્ષમાં સીધા સામેલ ગણીને નિશાન બનાવવામાં આવશે.

વિસ્તારના અન્ય સંઘર્ષો શાંત કરવામાં મદદની તૈયારી

ઈરાને માત્ર અમેરિકા સાથે જ નહીં, પરંતુ સમગ્ર વિસ્તારમાં શાંતિ સ્થાપવાની ઈચ્છા વ્યક્ત કરી છે. મોહસીન રેઝાઈએ ઉમેર્યું હતું કે, ઈરાન સાઉદી અરેબિયા અને યમન વચ્ચેના યુદ્ધનો અંત લાવવામાં મદદરૂપ બનવા તૈયાર છે. આ સિવાય તે અફઘાનિસ્તાન અને પાકિસ્તાન વચ્ચે ચાલતા તણાવ અને સંઘર્ષને સમાપ્ત કરવામાં પણ સક્રિય ભૂમિકા ભજવવા માંગે છે.