Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વિશ્વ : Iran's attack on Oman's Salalah port millions of liters of crude oil go up in flames

VIDEO: ઓમાનના સલાલહ પોર્ટ પર ઈરાનનો હુમલા, લાખો લીટર કાચું તેલ આગમાં ખાખ

Timeછેલ્લું અપડેટ : 12 Mar 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

અમેરિકા-ઈઝરાયલના હુમલા બાદ ઈરાન ભયાનક તબાહી મચાવી રહ્યું છે. ઓમાનના સલાલાહ પોર્ટ પર ઈરાની ડ્રોથી હુમલો થતા હાહાકાર મચી ગયો છે. રિપોર્ટ મુજબ હુમલામાં ઓછામાં ઓછાં ત્રણ ઓઈલ સ્ટોરેજ ડેપોમાં ભયાનક આગ લાગી ગઈ છે. આગની ઝપેટમાં આવેલું લાખો લીટર સળગી રહ્યું છે. ઓઈલ ટેન્કરોમાંથી વિશાળ કાળો ધૂમાળો બહાર નીકળી રહ્યો છે. હુમલા બાદ પોર્ટ તાત્કાલીક ખાલી કરવામાં આવ્યું છે.

App Store

ઈરાનનો ઓમાન પોર્ટ પર ફરી ડ્રોન હુમલો

ઈરાન અને ઓમાન વચ્ચે ઘણા દિવસથી તણાવ ચાલી રહ્યો છે. ઈરાને અગાઉ પણ ઓમાનના પોર્ટને નિશાન બનાવ્યું હતું, જેમાં તેણે 11 માર્ચે દુમન પોર્ટ પર તેલથી ભરેલા ટેન્કો પર ડ્રોન ઝિંક્યા હતા. તે વખતે પણ મોટાપાયે આગ લાગી હતી. ઓમાની સ્ટેટ મીડિયાના રિપોર્ટ મુજબ, ઈરાને અનેક ડ્રોનથી હુમલા કર્યા હતા, જેમાંથી ઓમાનની એર ડિફેન્સ સિસ્ટમે કેટલાક ડ્રોન તોડી પાડ્યા હતા, તો કેટલાક ઓઈલ ટેન્કર પર પડ્યા છે. જોકે રાહતની વાત એ છે કે, ઘટનામાં કોઈપણ વ્યક્તિને ઈજા થઈ નથી. ઓમાન સરકારે પોર્ટના દક્ષિણ ભાગને તાત્કાલીક કામચલાઉ ધોરણે બંધ કરી દીધો છે.

ઈરાનના ટાર્ગેટ પર ગલ્ફ દેશોના ઊર્જા ઈન્ફ્રાસ્ટ્રક્ચર

ઈરાન અન્ય દેશો પર હુમલાઓ કેમ કરી રહ્યું છે, તેની પણ અટકળો ચાલી રહી છે. રિપોર્ટ મુજબ તેણે અમેરિકા-ઈઝરાયેલ હુમલાના જવાબમાં આ હુમલો કર્યો હોવાનું કહેવાઈ છે. ઈરાન ગલ્ફ દેશોના ઊર્જા અને લોજિસ્ટિક ઈન્ફ્રાસ્ટ્રક્ચરને ટાર્ગેટ કી રહ્યું છે. સલાલાહ આરબ સાગરનું મુખ્ય કન્ટેનર મથક છે અને તે પોર્ટ હોર્મુઝ જળમાર્ગને બાયપાસ કરનારા મહત્ત્વના ટ્રેડ રૂટ પર આવેલું છે. વિશ્વના અનેક દેશો પહેલેથી જ ક્રૂડ ઓઈલની અછતનો સામનો કરી રહ્યા છે, ત્યારે ઓમાન પર આ હુમલાના કારણે પ્રોડક્શન સહિતની કામગીરી અટકી ગઈ છે, જેના કારણે તેલ સપ્લાય ચેનને વધુ અસર પડી શકે છે.

ઓમાનના સુલ્તાન ભડક્યા, ઈરાનના રાષ્ટ્રપ્રમુખને કર્યો ફોન

હુમલાને લઈને ઓમાનના સુલ્તાન હૈથમ બિન તારિક અલ-સઈદ રોષે ભરાયા છે અને તેમણે તુરંત ઈરાનના રાષ્ટ્રપ્રમુખ મસૂદ પેજેશકિયને ફોન કરી હુમલાની ટીકા કરી છે. ઓમાનના નેતાએ દાવો કર્યો છે કે, યુદ્ધમાં ઓમાન તટસ્થ છે. ઓમાન પોતાની સુરક્ષા કરવા માટે કોઈપણ પગલા ભરશે

 કામગીરી સ્થગિત
 
ખાનગી દરિયાઈ સુરક્ષા કંપની વાનગાર્ડ ટેક દ્વારા  પોર્ટના દક્ષિણ ભાગ પર થયેલા હુમલા પછી પોર્ટની કામગીરી સ્થગિત કરવાની જાણ કરવામાં આવી છે. ડ્રોન હુમલા બાદ, કન્ટેનર ટર્મિનલ્સ પરની તમામ કામગીરી આગામી સૂચના સુધી સ્થગિત કરવામાં આવી છે. કર્મચારીઓ સ્થાપિત ખાલી કરાવવાના પ્રોટોકોલનું પાલન કરી રહ્યા છે અને ટર્મિનલની પરિસ્થિતિનું સંચાલન કરવા અને તમામ કર્મચારીઓની સલામતી સુનિશ્ચિત કરવા માટે અધિકારીઓ સાથે નજીકથી કામ કરી રહ્યા છે.

સલાલાહ પોર્ટ ઓમાનના સૌથી મહત્વપૂર્ણ પોર્ટનું એક

સલાહ બંદરને ઓમાનના સૌથી મહત્વપૂર્ણ બંદરોમાંનું એક માનવામાં આવે છે અને તે આંતરરાષ્ટ્રીય દરિયાઈ વેપાર માટે એક મહત્વપૂર્ણ કેન્દ્ર છે. તેમાંથી મોટા પ્રમાણમાં ઇંધણ અને અન્ય માલસામાનનું પરિવહન થાય છે. તેથી, આવા હુમલાઓ પ્રાદેશિક વેપાર અને દરિયાઈ પ્રવૃત્તિઓને અસર કરે તેવી આશંકા છે.