Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વિશ્વ : Iran makes big announcement Strait of Hormuz! This sea route will be closed only for these countries

VIDEO: ઈરાને સ્ટ્રેટ ઓફ હોર્મુઝ અંગે કર્યું મોટુ એલાન! માત્ર આ દેશો માટે જ આ દરિયાઈ રસ્તો બંધ કરાશે

Timeછેલ્લું અપડેટ : 06 Mar 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

મધ્ય પૂર્વના ભીષણ યુદ્ધ વચ્ચે ઈરાન દ્વારા તાજેતરમાં કરાયેલું એલાન ભારત માટે સૌથી મોટી અને રાહતના સમાચાર માની શકાય છે. હોર્મુઝ સ્ટ્રેટ (Strait of Hormuz)ને લઈને ઈરાને નવો ફતવો જાહેર કર્યો છે, જેમાં ભારતને મોટી છૂટ મળવાના સંકેત દેખાય રહ્યા છે. ઈરાની સેનાના સત્તાવાર નિવેદન મુજબ, આ દરિયાઈ રસ્તો માત્ર અમેરિકા-ઈઝરાયલ અને તેમના સહયોગી દેશો માટે જ બંધ કરવામાં આવ્યો છે.

App Store

ઈરાનનો નવો આદેશ શું છે? 

ઈરાનના ઈસ્લામિક રિવોલ્યુશન ગાર્ડ કોર્પ્સ (IRGC) એ ગુરુવારે સ્પષ્ટ કર્યું છે કે તેમણે હોર્મુઝ સ્ટ્રેટમાંથી જહાજોની અવરજવર પર જે પ્રતિબંધ મૂક્યો છે તે માત્ર અમેરિકા, ઈઝરાયલ, યુરોપ અને તેમના સહયોગીઓ માટે જ છે. ઈરાની સરકારી બ્રોડકાસ્ટરના જણાવ્યા અનુસાર, જો આ દેશોના જહાજો અહીં જોવા મળશે તો તેમને નિશ્ચિતપણે નિશાન બનાવવામાં આવશે.

ભારત માટે કેમ છે આ 'લાઈફલાઈન'?

ભારત માટે આ સમાચાર કોઈ વરદાનથી ઓછા નથી. તેનું કારણ આ આંકડાઓ છે:

ભારત દરરોજ આશરે 26 લાખ બેરલ કાચું ઓઈલ આ રસ્તેથી મંગાવે છે.

ભારતની કુલ જરૂરિયાતના 50 થી 55% ક્રૂડ ઓઈલ અને એલએનજી (LNG) આ જ સાંકડી સમુદ્રધૂનીમાંથી પસાર થાય છે.

ભારત ઓઈલ માટે 85% થી વધુ આયાત પર નિર્ભર છે, જેમાંથી મોટાભાગનું ખાડી દેશોમાંથી હોર્મુઝ સ્ટ્રેટ થઈને આવે છે.

ઓઈલના ભાવ અને અર્થતંત્ર પર અસર

જો આ રસ્તો ભારત માટે બંધ થયો હોત, તો આગામી 10-15 દિવસમાં દેશમાં પેટ્રોલ-ડીઝલ અને ગેસની ભારે અછત સર્જાઈ શકે તેમ હતી. અમેરિકા અને ઈઝરાયલના હુમલા બાદ જ્યારે આ રસ્તો બંધ થયો ત્યારે વૈશ્વિક બજારમાં ઓઈલના ભાવ આસમાને પહોંચ્યા હતા. પરંતુ ઈરાનના આ નવા વલણથી ભારતના એનર્જી સેક્ટરને મોટી રાહત મળશે.આંતરરાષ્ટ્રીય કાયદો અને ઈરાનનો દાવો

ઈરાને દાવો કર્યો છે કે આંતરરાષ્ટ્રીય ઠરાવો મુજબ યુદ્ધના સમયે તેને હોર્મુઝ સ્ટ્રેટ પર નિયંત્રણનો અધિકાર છે. જોકે, ઈરાને હજુ સુધી ભારતના નામનો સ્પષ્ટ ઉલ્લેખ નથી કર્યો, પરંતુ પ્રતિબંધિત દેશોની યાદીમાં ભારતનું નામ ન હોવું એ નવી દિલ્હી માટે વ્યૂહાત્મક જીત સમાન છે.