Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વિશ્વ : Iran launches another drone attack on Dubai

VIDEO : 'એવું લાગ્યું કે જાણે ઇમારત હલી ગઈ', ઈરાને દુબઈ પર કર્યો વધુ એક ડ્રોન હુમલો

Timeછેલ્લું અપડેટ : 13 Mar 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GOOGLE

ઈરાન અને અમેરિકા વચ્ચે યુદ્ધની સ્થિતિ ચાલુ છે. ઈરાન ખાડી દેશોમાં સ્થિત યુએસ બેઝને સક્રિય રીતે નિશાન બનાવી રહ્યું છે. ઈરાને દુબઈ, કતાર, બહેરીન અને કુવૈત જેવા સ્થળોએ અનેક હવાઈ હુમલા કર્યા છે. શુક્રવારે ઈરાને દુબઈ પર વધુ એક ડ્રોન હુમલો કરતા એક ઇમારતમાં આગ લાગી. છેલ્લા 14 દિવસના સંઘર્ષ દરમિયાન ઈરાને દુબઈ પર અનેક હવાઈ હુમલા કરતાં સ્થાનિકોમાં ભયનું વાતાવરણ ફેલાયું છે.

App Store

પ્રત્યક્ષદર્શીએ હુમલા અંગે જણાવતા કહ્યું કે, હુમલો થયો ત્યારે એવું લાગ્યું કે, આખી ઇમારત હલી ગઈ છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક યુઝરે પોસ્ટ કર્યું કે દુબઈ ઇન્ટરનેશનલ સેન્ટરમાં તેમના બિલ્ડિંગની બાજુમાં જ વિસ્ફોટ થયો હતો; યુઝરે વિસ્ફોટનો એક વિડિઓ પણ શેર કર્યો. દરમિયાન દુબઈ મીડિયા ઓફિસે વિસ્ફોટની પુષ્ટિ કરતા જણાવ્યું હતું કે અધિકારીઓએ મધ્ય દુબઈમાં એક ઇમારતના બાહ્ય ભાગ સાથે સંકળાયેલી એક નાની ઘટનાની ચકાસણી કરી છે, જે સફળ અવરોધના પરિણામે બહારના ભાગમાં થોડું નુકસાન થયું છે. આ ઘટના દરમિયાન કોઈને ઈજા થઈ હોવાના કોઈ અહેવાલ નથી. 

ટ્રમ્પે ઈરાનને ફરીથી ધમકી આપી

આ દરમિયાન યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે સોશિયલ મીડિયા દ્વારા ઈરાનને વધુ એક ધમકી આપી, લખ્યું, "આજે આ પાગલોનું શું થાય છે તે જુઓ." શુક્રવારે તેમની 'ટ્રુથ સોશિયલ' વેબસાઇટ પર એક પોસ્ટ શેર કરતા ટ્રમ્પે લખ્યું, "ઈરાનની નૌકાદળ ખતમ થઈ ગઈ છે, તેમની વાયુસેના હવે રહી નથી; તેમની મિસાઇલો, ડ્રોન અને બીજું બધું નાશ પામી રહ્યું છે, અને તેમના નેતાઓને ધરતીના નકશામાંથી મિટાવી દીધા છે. ટ્રમ્પે વધુમાં લખ્યું કે, તેઓ 47 વર્ષથી વિશ્વભરમાં નિર્દોષ લોકોને મારતા રહ્યા હવે અમેરિકાના 47મા રાષ્ટ્રપતિના રૂપમાં હું એમને મારી રહ્યો છું. 'આ કરવું મારા માટે કેટલું મોટું સન્માન છે!'