Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વિશ્વ : Innocent killed in immigration campaign: Woman dies after shot by ICE agent,

ટ્રમ્પના ઇમિગ્રેશન અભિયાનમાં નિર્દોષની હત્યા: ICE એજન્ટની ગોળીથી મહિલાનું મોત, અમેરિકામાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ

Timeછેલ્લું અપડેટ : 08 Jan 2026
લાઇવ ટીવીGoogle News
ટ્રમ્પના ઇમિગ્રેશન અભિયાનમાં નિર્દોષની હત્યા: ICE એજન્ટની ગોળીથી મહિલાનું મોત, અમેરિકામાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ
સોર્સ : gstv

અમેરિકાના મિનિયાપોલિસમાં બુધવારે બનેલી એક ઘટનાએ સમગ્ર દેશમાં રોષ ફેલાવ્યો છે. ઇમિગ્રેશન એજન્ટોની કાર્યવાહી દરમિયાન 37 વર્ષીય અમેરિકન નાગરિક રેની ગુડ નામની મહિલાને કારમાં જ ગોળી મારી દેવામાં આવી હતી.

App Store

શું બની હતી ઘટના?

ICE એજન્ટો એક ઓપરેશન હેઠળ મહિલાની કાર પાસે પહોંચ્યા હતા. અધિકારીઓના જણાવ્યા અનુસાર, જ્યારે મહિલાએ કાર આગળ વધારવાનો પ્રયાસ કર્યો ત્યારે એજન્ટ દ્વારા ગોળી ચલાવવામાં આવી હતી. ગોળી લાગતા જ મહિલાનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. કારના લોહીવાળા એરબેગ્સની તસવીરોએ લોકોમાં ભારે આક્રોશ જન્માવ્યો છે.

મોટો ખુલાસો: મહિલા અમેરિકન નાગરિક હતી

ડેમોક્રેટ સેનેટર ટીના સ્મિથે પુષ્ટિ કરી છે કે મૃતક રેની ગુડ અમેરિકન નાગરિક હતી અને તે ઇમિગ્રેશન ઓપરેશનનો ટાર્ગેટ પણ નહોતી. તે ત્રણ બાળકોની માતા હતી અને કોઈ પણ વિરોધ પ્રદર્શનકારી જૂથ સાથે જોડાયેલી નહોતી.

રાજકીય ગરમાવો અને વિરોધ પ્રદર્શન

આ ઘટના બાદ મિનિયાપોલિસના રોડ પર લોકો ઉતરી આવ્યા છે. દેખાવકારોને વિખેરવા માટે ફેડરલ એજન્ટોએ કેમિકલ ઇરિટેન્ટ્સ (ગેસ) નો ઉપયોગ કરવો પડ્યો હતો.

ગવર્નર ટિમ વાલ્ઝનો પ્રહાર

મિનેસોટાના ગવર્નર ટિમ વાલ્ઝે ટ્રમ્પ પ્રશાસન પર આકરા પ્રહારો કરતા કહ્યું કે, "અમે અગાઉથી ચેતવણી આપી હતી કે આ પ્રકારની ડર ફેલાવવાની કાર્યવાહી કોઈનો જીવ લેશે. આ 'રિયાલિટી ટીવી સ્ટાઇલ' શાસનની કિંમત એક નિર્દોષે જીવ આપીને ચૂકવવી પડી છે."

મેયરની અપીલ

મિનિયાપોલિસના મેયર જેકબ ફ્રેએ ICE એજન્ટોને તાત્કાલિક શહેર છોડી દેવા જણાવ્યું છે. તેમણે એવો પણ દાવો કર્યો કે વીડિયો જોતા એવું લાગતું નથી કે એજન્ટોએ સ્વબચાવમાં ગોળી ચલાવી હોય.

શા માટે થઈ રહી છે આ કાર્યવાહી?

ટ્રમ્પ પ્રશાસને સોમાલી ઇમિગ્રન્ટ્સ સાથે સંકળાયેલા કથિત વેલફેર ફ્રોડના આરોપો બાદ ડેમોક્રેટ શાસિત શહેરોમાં હજારો ફેડરલ એજન્ટો તૈનાત કર્યા છે. મિનિયાપોલિસમાં પણ આશરે 2000 એજન્ટો મોકલવાની યોજના છે.

હાલ મિનેસોટામાં નેશનલ ગાર્ડને એલર્ટ પર રાખવામાં આવ્યા છે. આ ઘટના બાદ ટ્રમ્પની ઇમિગ્રેશન નીતિઓ સામે સમગ્ર અમેરિકામાં કાયદાકીય અને સામાજિક વિરોધ તેજ થવાની શક્યતા છે.