UAEમાં રહેતા ભારતીય યુવકની 10 વર્ષ બાદ એકાએક કિસ્મત ચમકી, લાગી કરોડો રૂપિયાની લોટરી
સંયુક્ત આરબ અમીરાત (UAE)માં રહેતા અને સિક્યોરિટી ગાર્ડ તરીકે નોકરી કરતા મૂળ ભારતીયની કિસ્મત એકા

સંયુક્ત આરબ અમીરાત (UAE)માં રહેતા અને સિક્યોરિટી ગાર્ડ તરીકે નોકરી કરતા મૂળ ભારતીયની કિસ્મત એકાએક ચમકી ગઈ છે. યુએઈની જાણીતી બિગ ટિકિટ રેફલ તરીકે ઓળખાતી લોટરીમાં તેને 59 કરોડ રૂપિયા જીતી લીધા છે. આશિક પતિન્હારથ નામના મૂળ મલિયાલી વ્યક્તિને 2.5 કરોડ દિરહામનું ઈનામ મળ્યું છે.
આશિક 19 વર્ષથી યુએઈમાં રહે છે
અહેવાલો અનુસાર, આશિક છેલ્લાં 19 વર્ષથી યુએઈમાં રહે છે અને સિક્યોરિટી ગાર્ડની નોકરી કરે છે. તે છેલ્લાં એક દાયકાથી આ લોટરીની ટિકિટ ખરીદ્યા કરતો હતો. તાજેતરમાં તેનું નસીબ ખરેખર જોર કરી ગયું અને તે રાતોરાત કરોડપતિ થઈ ગયો. આ અંગે આશિકે જણાવ્યું હતુ કે, 'મારા માટે આ જીત ખરેખર આશ્ચર્ય હતું. હું ક્યારેય લાઈવ ડ્રો જોતો નહોતો. મને એક ફોન આવ્યો અને તેમાં વિજય થયો હોવાના સમચારા આપવામાં આવ્યા. તે પહેલાં ભારત રહેતા પોતાના પરિવારની આર્થિક જરૂરિયાતો પૂરી કરશે અને ત્યારબાદ અન્ય રકમનો પોતાના માટે ઉપયોગ કરશે.'
યુએઈનો નાગરિક બીએમડબ્લ્યૂ કાર જીત્યો
ઉલ્લેખનીય છે કે, આ લોટરીના જે પ્રાઈઝ જાહેર થયા તેમાં યુએઈના એક મૂળ નાગરિકને પણ લક્ઝુરિયસ કાર મળી છે. તે BMW M440i કાર જીત્યો છે. તેના મતે આ કારનું શું કરશે તે હાલમાં નક્કી નથી. તે કાર લઈ લેશે અથવા તો તેને વેચીને પૈસા અંકે કરી લેશે. આ સિવાય વધુ એક ભારતીય વેપારીને પણ લોટરીમાં ઈનામ મળ્યું છે.








