VIDEO: બ્રિટનમાં ભારતીય મૂળની મહિલા સાથે દુર્વ્યવહાર, અંગ્રેજે કરી વંશીય ટિપ્પણી
બ્રિટનમાં ભારતીય મૂળની એક મહિલા પર એક પુરુષ દ્વારા જાતિગત ટિપ્પણી અને દુર્વ્યવહાર કરવામાં આવ્યો હતો. આ ઘટનાનો વિડિયો વ

બ્રિટનમાં ભારતીય મૂળની એક મહિલા પર એક પુરુષ દ્વારા જાતિગત ટિપ્પણી અને દુર્વ્યવહાર કરવામાં આવ્યો હતો. આ ઘટનાનો વિડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં મહિલા પોતાને ભારતીય મૂળની હોવાનો દાવો કરી રહી છે. વીડિયોમાં જોઈ શકાય છે કે ટ્રેનમાં એક પુરુષ એક મહિલા સામે બૂમો પાડતો જોઈ શકાય છે. દારૂ પીધેલો માણસ સ્ત્રીને કહી રહ્યો છે કે, અમે ભારત પર રાજ કર્યું છે. અમે ભારત જીત્યું હતું. ભારત ઇંગ્લેન્ડનું હતું, પરંતુ અમે ભારતના લોકોને તેમનો દેશ પાછો આપ્યો.
એક યુવાન એક મહિલા પર બૂમો પાડતો જોવા મળ્યો
વીડિયોમાં, યુકેનો એક માણસ ઇમિગ્રન્ટ્સ અને દેશમાં ઇમિગ્રેશન નીતિઓ વિશે વાત કરતો જોવા મળે છે. પુરુષ મહિલા પર બૂમો પાડી રહ્યો છે અને મહિલા મોં છુપાવવાનો પ્રયાસ કરે છે.
મહિલા પોલીસમાં ફરિયાદ કરશે
મહિલાનો આરોપ છે કે, વીડિયો પોસ્ટ કર્યા પછી તેણીને જાતિવાદી દુર્વ્યવહારનો ભોગ બનવું પડ્યું છે. એટલા માટે ડિલિટ કરવો પડ્યો. વિડિયોમાં દેખાતા છોકરાની ઓળખ થઈ ગઈ છે અને હું પોલીસમાં ફરિયાદ કરીશ.
સોશિયલ મીડિયા પર તીવ્ર પ્રતિક્રિયા
સોશિયલ મીડિયાએ લોકોએ અનેક પ્રકારની પ્રતિક્રિયાઓ આપી છે. આ વ્યક્તિની કંપનીના માલિકને શોધી કાઢીને તેને નોકરીમાં દૂર કરાવો. એક વ્યક્તિએ લખ્યું કે આના બકવાસને કોઈ બંધ કેમ નથી કરાવતું. આવા વ્યક્તિને કડક સજા મળવી જોઈએ.






