Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વિશ્વ : In an unexpected trend even before Trump's tenure began, Americans are leaving the country

ટ્રમ્પનું કાર્યકાળ શરુ થયાના પહેલા જ અણધાર્યું વલણ, અમેરિકનો છોડી રહયા છે દેશ

Timeછેલ્લું અપડેટ : 15 Nov 2024
લાઇવ ટીવીGoogle News
ટ્રમ્પનું કાર્યકાળ શરુ થયાના પહેલા જ અણધાર્યું વલણ, અમેરિકનો છોડી રહયા છે દેશ

અમેરિકાના પ્રમુખ તરીકેની સત્તા સંભાળવા જઈ રહેલા ડોનાલ્ડ ટ્રમ્પ એમનો કાર્યકાળ શરૂ થાય એ પહેલાં જ જાહેરાત કરી ચૂક્યા છે કે, અમેરિકામાં ગેરકાયદે ઘૂસી ગયેલા શરણાર્થીઓને દેશનિકાલ કરવામાં આવશે. એ તો થતાં થશે, પણ એ પહેલાં કોઈએ ન ધાર્યું હોય એવું ચલણ અમેરિકામાં જોવા મળી રહ્યું છે.

App Store

આ પણ વાંચો: VIDEO / માઓરી ડાન્સ કરીને ફાડી બિલની કોપી, ફરી એકવાર ચર્ચામાં આવી ન્યુઝીલેન્ડની મહિલા સાંસદ

શું છે એ અણધાર્યું ચલણ? 

ટ્રમ્પને પસંદ નહીં કરનારો વર્ગ અમેરિકામાં બહુ મોટો છે. આ વર્ગ હાલ અમેરિકા છોડીને કોઈ બીજા દેશમાં વસી જવાનું વિચારી રહ્યો છે. ટ્રમ્પ સત્તામાં રહેશે એટલો સમય, એટલે કે ચાર વર્ષ માટે અમેરિકનો ક્યાંક બીજે આશ્રય લેવા માંગે છે. ભારતીયો સહિત આખી દુનિયાના લોકો બહેતર ભવિષ્ય અને જીવનશૈલીની આશામાં અમેરિકા જઈને વસી જવા ઈચ્છતા હોય છે ત્યારે અમેરિકનોનું આવું ‘ઉલ્ટી ગંગા’ જેવું વલણ નવાઈ પમાડે એવું છે.