મુખ્ય સામગ્રી પર જાઓ
વિશ્વ

'હું ખાતરી આપું છું કે તેમને થશે પસ્તાવો...', બ્રિટિશ PMએ જાણો કોને આપી ચેતવણી

બ્રિટનમાં ચાલી રહેલા વિરોધ પ્રદર્શનો વચ્ચે વડાપ્રધાન કીર સ્ટારમેરે વિરોધ પ્રદર્શનની નિંદા કરી છે. તેણે કહ્યું, 'આ કોઈ વિરોધ

'હું ખાતરી આપું છું કે તેમને થશે પસ્તાવો...', બ્રિટિશ PMએ જાણો કોને આપી ચેતવણી

બ્રિટનમાં ચાલી રહેલા વિરોધ પ્રદર્શનો વચ્ચે વડાપ્રધાન કીર સ્ટારમેરે વિરોધ પ્રદર્શનની નિંદા કરી છે. તેણે કહ્યું, 'આ કોઈ વિરોધ નથી, આ સંગઠિત હિંસક ગુંડાગીરી છે.' બ્રિટનના અનેક શહેરોમાં પ્રાઈમરી સ્કૂલની છોકરીઓ માટે ટેલર સ્વિફ્ટ થીમ આધારિત ડાન્સ અને યોગા ક્લાસ બાદ હિંસા ફાટી નીકળી હતી.


આ ઘટનાને કારણે અનેક શહેરોમાં તોફાનો જેવી સ્થિતિ જોવા મળી હતી. આ ઘટના પછી, સ્ટારમેરે સોશિયલ મીડિયા પોસ્ટમાં લખ્યું, "હું આ સપ્તાહના અંતમાં થયેલા રમખાણોની  સખ્ત નિંદા કરું છું. તેમાં કોઈ શંકા નથી કે આ હિંસામાં ભાગ લેનારાઓને આકરામાં આકરી સજા ફટકારવામાં આવશે."

વડાપ્રધાને પોતાના વીડિયો સંદેશમાં કડક સંદેશો આપ્યો

વડાપ્રધાને પોતાના વીડિયો સંદેશમાં તાજેતરની હિંસા અને રમખાણોમાં સામેલ લોકોને કડક ચેતવણી આપી હતી. આ સાથે એ વાત પર ભાર મુકવામાં આવ્યો હતો કે હિંસામાં પ્રત્યક્ષ કે આડકતરી રીતે સામેલ વ્યક્તિઓ સામે કાયદાનું સંપૂર્ણ બળ લાગુ કરવામાં આવશે.

'હું તમને ખાતરી આપું છું કે તમને પસ્તાવો થશે...'

બ્રિટિશ વડા પ્રધાને કહ્યું, "એમાં કોઈ શંકા નથી કે આ હિંસામાં સામેલ લોકો કાયદાના સંપૂર્ણ બળનો સામનો કરશે. પોલીસ ધરપકડ કરશે, લોકોને રિમાન્ડ પર લેવામાં આવશે, આરોપ મૂકવામાં આવશે અને સજા આપવામાં આવશે તેની  હું ખાતરી આપું છું.  "મને ખાતરી છે કે તમે આ ષડયંત્રમાં તમારી સંડોવણી બદલ પસ્તાવો કરશો, પછી ભલે તમે રૂબરૂમાં હોય કે પછી આ ઘટનાને ઓનલાઈન અંજામ આપ્યો અને પછી પોતે ભાગી ગયા."

આ સમાચાર શેર કરો