મુખ્ય સામગ્રી પર જાઓ
વિશ્વ

હૂતીએ લાલ સાગરમાં ફરી મચાવ્યો આતંક! ભારત આવતા ઓઇલ ટેન્કર પર મિસાઇલથી કર્યો હુમલો

લાલ સાગરમાં હૂતી વિદ્રોહીઓનો ફરી એક વખત આતંક સામે આવ્યો છે. યમનના હૂતી વિદ્રોહી સંગઠને ક

હૂતીએ લાલ સાગરમાં ફરી મચાવ્યો આતંક! ભારત આવતા ઓઇલ ટેન્કર પર મિસાઇલથી કર્યો હુમલો

લાલ સાગરમાં હૂતી વિદ્રોહીઓનો ફરી એક વખત આતંક સામે આવ્યો છે. યમનના હૂતી વિદ્રોહી સંગઠને કહ્યું કે, તેમની મિસાઇલોએ લાલ સાગરમાં એન્ડ્રોમેડા સ્ટાર ઓઇલ ટેન્કરને નિશાન બનાવ્યું છે. વિદ્રોહી સંગઠન અનુસાર,આવું એટલા માટે કર્યું કારણ કે તે ગાઝા યુદ્ધમાં ઇઝરાયેલ સામે લડી રહેલા પેલેસ્ટાઇનીઓના સમર્થનમાં વાણિજ્યિક જહાજો પર હુમલો કરી રહ્યાં છે.

ન્યૂઝ એજન્સી અનુસાર, બ્રિટિશ દરિયાઇ સુરક્ષા ફર્મ એમ્બ્રેએ કહ્યું કે જહાજના માલિકે જહાજના નુકસાન થવાની સૂચના આપી છે. હૂતીના પ્રવક્તા યાહ્યા સારેયાએ કહ્યુ કે આ સરેયાએ કહ્યું કે પનામા-ધ્વજ નામનું શિપ બ્રિટિશ માલિકી ધરાવતું હતું પરંતુ એલએસઈજી ડેટા અને એન્બ્રેના અનુસાર, શિપિંગ ડેટાથી ખબર પડે છે કે તેને તાજેતરમાં જ વેચવામાં આવ્યું હતું.

રસ્તામાં હતું જહાજ

તેના વર્તમાન માલિક સેશેલ્સ રજિસ્ટર્ડ છે. આ ટેન્કર રશિયા સાથે જોડાયેલા વેપારમાં લાગેલું હતું. એમ્બ્રેએ કહ્યું, આ પ્રિમોર્સ્ક, રશિયાથી વાડિનાર, ભારતના રસ્તામાં હતું. મહત્ત્વપૂર્ણ છે કે ઇરાન-ગઠબધન હૂતી ઉગ્રવાદીઓએ નવેમ્બર પછી લાલ સાગર, એડનની ખાડીમાં વારંવાર ડ્રોન અને મિસાઇલ હુમલા કર્યા છે, જેનાથી જહાજોને દક્ષિણ આફ્રિકાની આસપાસ લાંબી અને મોંઘી યાત્રા પર માલ મોકલવા માટે મજબૂર થવું પડ્યું છે અને ઇઝરાયેલમાં ડર ઉભો થઇ ગયો છે. ડર છે કે હમાસનું યુદ્ધ ફેલાઇ શકે છે અને મધ્ય પૂર્વને અસ્થિર કરી શકે છે.

આ સમાચાર શેર કરો