Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વિશ્વ : Hormuz dispute is not resolved, global economy crash!: Economist

હોર્મુઝ વિવાદ ન ઉકેલાયો તો મે મહિના સુધીમાં ગ્લોબલ ઈકોનોમી ક્રેશ થઈ જશે!: અર્થશાસ્ત્રીની ગંભીર ચેતવણી

Timeછેલ્લું અપડેટ : 27 Mar 2026
લાઇવ ટીવીGoogle News
હોર્મુઝ વિવાદ ન ઉકેલાયો તો મે મહિના સુધીમાં ગ્લોબલ ઈકોનોમી ક્રેશ થઈ જશે!: અર્થશાસ્ત્રીની ગંભીર ચેતવણી
સોર્સ : gstv

Global Economic Crash Warning: મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા યુદ્ધ અને હોર્મુઝની સામુદ્રધુનીમાં સર્જાયેલા તણાવને કારણે હવે વૈશ્વિક અર્થતંત્ર ડૂબવાની અણી પર હોવાનું ચિત્ર સ્પષ્ટ થઈ રહ્યું છે. જાણીતા ઉર્જા અર્થશાસ્ત્રી (Energy Economist) અનસ અલહાજીએ ચેતવણી આપી છે કે જો આ સંઘર્ષ જલ્દી ખતમ નહીં થાય, તો આગામી મે મહિનાની શરૂઆત સુધીમાં વૈશ્વિક અર્થતંત્ર ક્રેશ (Global Economy Crash) થઈ શકે છે.

App Store

હોર્મુઝ સંકટ: દુનિયાનું 20% તેલ જોખમમાં

અલહાજીના જણાવ્યા અનુસાર, હોર્મુઝ સ્ટ્રેટ એ વિશ્વનો સૌથી મહત્વપૂર્ણ એનર્જી રૂટ છે, જ્યાંથી દુનિયાના કુલ તેલ વપરાશનો 20% હિસ્સો પસાર થાય છે. ઈરાનના અંકુશ હેઠળના આ માર્ગમાં કોઈપણ પ્રકારનો અવરોધ વૈશ્વિક વેપાર અને ઉર્જા બજાર પર વિનાશક અસર કરી શકે છે. હાલમાં તેની અસર યુરોપમાં જોવા મળી રહી છે, જ્યાં તેલ-ગેસની અછત અને કિંમતોમાં તોતિંગ ઉછાળો નોંધાયો છે.

એશિયામાં તેલના ભાવ તમામ રેકોર્ડ તોડશે? 

એનર્જી માર્કેટમાં અત્યારે તેલના ભાવમાં ભડકો જોવા મળી રહ્યો છે.  જો આ યુદ્ધ લાંબુ ખેંચાય તો એશિયન માર્કેટમાં તેલના ભાવ તમામ રેકોર્ડ તોડી શકે છે, જેના કારણે મોંઘવારી અને સપ્લાય ચેઈનમાં મોટો વિક્ષેપ પડી શકે છે.

અમેરિકાના તેલ ભંડાર પર સવાલ

અર્થશાસ્ત્રીએ અમેરિકાના 'સ્ટ્રેટજિક ઓઈલ રિઝર્વ' (વ્યૂહાત્મક તેલ ભંડાર) પર પણ સવાલો ઉઠાવ્યા છે. તેમણે પૂછ્યું છે કે જો આ સંઘર્ષ લાંબો ચાલશે તો બજારને સ્થિર કરવા માટે વપરાતા અમેરિકાના તેલ ભંડારનું શું થશે? જો ઉર્જા ઈન્ફ્રાસ્ટ્રક્ચર કે દરિયાઈ માર્ગો પ્રભાવિત થશે, તો વૈશ્વિક આર્થિક વિકાસ દર (GDP Growth) લાંબા સમય સુધી સુસ્ત રહી શકે છે.