Video: અમેરિકન પ્રમુખ ટ્રમ્પે ઈરાનને આપી ખુલ્લી ધમકી

અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન સામે યુદ્ધની ખુલ્લી ધમકી આપી છે. ટ્રમ્પે કહ્યુ કે ફરી મિલિટરી ઓપરેશન એપિક ફ્યુરી શરૂ થશે..તેમણે ઈરાન વિરુદ્ધ ફરીથી સૈન્ય કાર્યવાહી કરવાની ધમકી આપતા મધ્ય-પૂર્વમાં સ્થિતિ વધુ વણસે તેવી શક્યતા છે. ટ્રમ્પે શુક્રવારે ફ્લોરિડામાં એક રેલી દરમિયાન કહ્યું, અમે વધુ એક ઓપરેશન એપિક ફ્યુરી કરી શકીએ છીએ.અમેરિકી સૈન્યએ 28 ફેબ્રુઆરીએ ઈરાન વિરુદ્ધ શરૂ થયેલા યુદ્ધને એપિક ફ્યુરી નામ આપ્યું હતું. જોકે, ટ્રમ્પે ફરીથી સૈન્ય કાર્યવાહી ક્યારે અથવા કયા પ્રકારની હશે તે અંગે કોઈ માહિતી આપી નથી. ડોનાલ્ડ ટ્રમ્પનું ધ્યાન અત્યારે સંપૂર્ણપણે અમેરિકામાં યોજાનારી વચગાળાની ચૂંટણી પર છે. 3 નવેમ્બરે આ ચૂંટણી યોજાશે..ત્યારબાદ ફરી કોઈ મોટી કાર્યવાહીની શક્યતા વર્તાઈ રહી છે.




