મુખ્ય સામગ્રી પર જાઓ
વિશ્વ

બાંગ્લાદેશમાં હિન્દુઓને ઘરની બહાર કાઢીને માર્યા, ISKCON મંદિર સળગાવ્યું, મહિલાઓ સાથે ક્રૂરતા

બાંગ્લાદેશમાં હિંસક પરિસ્થિતિ નિયંત્રણની બહાર છે. હિંસા અને આગચંપી વચ્ચે બદમાશોએ હવે લઘ

બાંગ્લાદેશમાં હિન્દુઓને ઘરની બહાર કાઢીને માર્યા, ISKCON મંદિર સળગાવ્યું, મહિલાઓ સાથે ક્રૂરતા

બાંગ્લાદેશમાં હિંસક પરિસ્થિતિ નિયંત્રણની બહાર છે. હિંસા અને આગચંપી વચ્ચે બદમાશોએ હવે લઘુમતી હિન્દુઓને નિશાન બનાવવાનું શરૂ કરી દીધું છે. હિંસક ટોળું એક એક કરીને હિન્દુઓને ટાર્ગેટ કરી રહી છે. ઘરોને આગ લગાડવામાં આવી રહી છે. દુકાનો લૂંટાઈ રહી છે. આ દરમિયાન બાંગ્લાદેશના મહેરપુર ઈસ્કોન મંદિરમાં તોફાનીઓએ તોડફોડ કર્યા બાદ આગ લગાવી દીધાના ફોટા વાયરલ થયા છે.

બાંગ્લાદેશી મીડિયા રિપોર્ટ મુજબ 27 જિલ્લામાં હિન્દુઓના ઘર અને દુકાનોને નિશાન બનાવવામાં આવી છે. કિંમતી ચીજવસ્તુઓ લૂંટી લેવામાં આવી છે. મંદિરો પર પણ હુમલા થયા છે. લાલમોનિરહાટ સદર ઉપજિલ્લામાં ધાર્મિક હિંદુ કાર્યો સાથે સંકળાયેલી પૂજા સમિતિના સચિવ પ્રદીપ ચંદ્ર રોયના ઘરની તોડફોડ કરીને લૂંટ ચલાવાઈ છે. 

તોફાનીઓએ નગરપાલિકાના સભ્ય મુહીન રોયની કોમ્પ્યુટરની દુકાનમાં પણ તોડફોડ કરી હતી અને લૂંટ ચલાવી હતી. કાલીગંજ ઉપજિલ્લાના ચંદ્રપુર ગામમાં 4 હિન્દુ પરિવારોના ઘરોમાં તોડફોડ અને લૂંટફાટ કરવામાં આવી છે. હાથીબંધા ઉપજિલ્લાના પુરબો સરદુબી ગામમાં 12 હિન્દુઓના ઘરોને આગ લગાડવામાં આવી છે.
 
ઓક્યા પરિષદના મહાસચિવ મોનિન્દ્ર કુમાર નાથે કહ્યું કે એવો કોઈ વિસ્તાર કે જિલ્લો બાકી નથી જ્યાં હિંદુઓ પર હુમલો ન થયો હોય. તેમને સતત અલગ-અલગ વિસ્તારોમાંથી હુમલાની માહિતી મળી રહી છે. પંચગઢમાં ઘણા હિન્દુઓના ઘરોમાં તોડફોડ અને લૂંટફાટ કરવામાં આવી છે. હિંદુઓને તેમના ઘરની બહાર કાઢીને માર મારવામાં આવે છે. દુકાનો લૂંટાઈ રહી છે. આ હુમલાઓને કારણે હિન્દુઓ ભયના ઓછાયા હેઠળ જીવી રહ્યા છે. દિનાજપુર શહેર અને અન્ય ઉપનગરોમાં 10 હિન્દુઓના ઘરો પર હુમલો કરવામાં આવ્યો છે. હુમલાખોરોએ શહેરના રેલબજારહાટમાં પણ એક મંદિરમાં તોડફોડ કરી હતી.

300 હુમલાખોરોએ ઈમારતને સળગાવી દીધી હતી

બાંગ્લાદેશ હિંદુ-બુદ્ધ ક્રિશ્ચિયન કાઉન્સિલના જનરલ સેક્રેટરી ઉત્તમ કુમાર રોયે જણાવ્યું હતું કે ખાનસામા જિલ્લામાં ત્રણ હિંદુઓના ઘરો પર હુમલો કરવામાં આવ્યો હતો. લક્ષ્મીપુરમાં ગૌતમ મજુમદારે જણાવ્યું કે સાંજે 7.30 વાગ્યે 200થી 300 જેટલા હુમલાખોરોએ તેમની બે માળની ઇમારતને આગ ચાંપી દીધી. 

આ સમાચાર શેર કરો