મુખ્ય સામગ્રી પર જાઓ
વિશ્વ

રશિયાએ યુક્રેન પર કર્યો મિસાઈલ હુમલો, હેરી પોટર મહેલ નષ્ટ, 5 લોકોના મોત; 30 ઘાયલ

રશિયા અને યુક્રેન વચ્ચે છેલ્લા બે વર્ષથી સતત યુદ્ધ ચાલી રહ્યું છે. આ

રશિયાએ યુક્રેન પર કર્યો મિસાઈલ હુમલો, હેરી પોટર મહેલ નષ્ટ, 5 લોકોના મોત; 30 ઘાયલ

રશિયા અને યુક્રેન વચ્ચે છેલ્લા બે વર્ષથી સતત યુદ્ધ ચાલી રહ્યું છે. આ યુદ્ધમાં અત્યાર સુધીમાં હજારો લોકોએ જીવ ગુમાવ્યા છે. દરરોજ બંને દેશો એકબીજા પર હુમલા કરતા રહે છે. આ વખતે રશિયાએ યુક્રેનના દક્ષિણ બંદર શહેર ઓડેસા પર નિશાન સાધ્યું હતું, જ્યાં 'હેરી પોટર કેસલ' તરીકે ઓળખાતી યુક્રેનિયન ઇમારત પર રશિયન મિસાઇલ હુમલામાં પાંચ લોકો માર્યા ગયા છે. આ સિવાય આ હવાઈ હુમલામાં 30 લોકો ઘાયલ થયા છે. યુક્રેનના અધિકારીઓએ જણાવ્યું હતું કે, હુમલામાં લગભગ 20 રેસિડેન્શિયલ બિલ્ડિંગ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરને પણ નુકસાન થયું છે. રશિયન હુમલાની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવ્યા છે.

આ પણ વાંચોઃ કેનેડામાં ભારતીય વિદ્યાર્થીઓની વધશે મુશ્કેલી, અભ્યાસ દરમિયાન કમાણી પર સરકારનો મોટો નિર્ણય

યુક્રેનના પ્રોસીક્યુટર જનરલ ઓફિસ દ્વારા જારી કરાયેલા હુમલાના વીડિયો અને ફોટોઝમાં શૈક્ષણિક સંસ્થાના શંકુ આકારના ટાવર અને છત પર થયેલો હુમલો જોવા મળ્યો હતો. સ્કોટિશ બેરોનિયલ એસ્ટેટની જેમ હોવાને કારણે આ મિલકતને 'હેરી પોટર કેસલ' તરીકે પણ ઓળખવામાં આવે છે. યુક્રેનના અધિકારીઓનું માનવું છે કે, રશિયાએ હુમલાને અંજામ આપવા માટે ઈસ્કેન્ડર બેલેસ્ટિક મિસાઈલ અને ક્લસ્ટર હથિયારોનો ઉપયોગ કર્યો હતો.

યુક્રેનિયન અધિકારીઓએ કહ્યું- ‘હુમલાનો જવાબ આપીશું’

હુમલા બાદ 1.5 કિલોમીટરના વિસ્તારમાં મિસાઈલનો કાટમાળ મળી આવ્યો હતો. યુક્રેનના અધિકારીઓનું માનવું છે કે, રશિયાએ મહત્તમ નુકસાન પહોંચાડવા માટે ખતરનાક હથિયારથી હુમલો કર્યો છે. યુક્રેનના અધિકારીએ કહ્યું કે 'તપાસ ચાલુ છે, અમે યુક્રેનના શાંતિપૂર્ણ શહેરો પર હુમલો કરનારાઓને શોધીને તેમની સામે કાર્યવાહી કરીશું.'

રશિયાએ યુક્રેન પર લગાવ્યો હુમલાનો આરોપ

બીજી તરફ રશિયાએ કહ્યું કે, ક્રીમિયામાં તેની એર ડિફેન્સ સિસ્ટમ યુક્રેન દ્વારા કરવામાં આવેલા મોટા મિસાઈલ અને ડ્રોન હુમલાને રોકવામાં સફળ રહી છે. એક અહેવાલ મુજબ, રશિયન અધિકારીઓએ એમ પણ કહ્યું કે, આ હુમલો મુખ્યત્વે યુએસ દ્વારા પ્રદાન કરવામાં આવેલી 6 આર્મી ટેક્ટિકલ મિસાઈલ સિસ્ટમ દ્વારા કરવામાં આવ્યો હતો. રશિયાએ કહ્યું કે, આ તમામ મિસાઇલોને તેની એર ડિફેન્સ સિસ્ટમ દ્વારા તોડી પાડવામાં આવી છે.

આ સમાચાર શેર કરો