મુખ્ય સામગ્રી પર જાઓ
વિશ્વ

હમાસે ઇઝરાયેલ પર કર્યો ફરી હુમલો, મિસાઇલ છોડતા એર ડિફેન્સ સિસ્ટમે નિષ્ફળ બનાવ્યો

હમાસે ફરી એક વખત ઇઝરાયેલના તેલ અવીવ પર મોટો મિસાઇલ હુમલો કર્યો છે. સમાચાર એજન્સીએ આ જાણકારી આપી છે. ઇઝરાયેલના પાટનગર તેલ અવીવમાં

હમાસે ઇઝરાયેલ પર કર્યો ફરી હુમલો, મિસાઇલ છોડતા એર ડિફેન્સ સિસ્ટમે નિષ્ફળ બનાવ્યો

હમાસે ફરી એક વખત ઇઝરાયેલના તેલ અવીવ પર મોટો મિસાઇલ હુમલો કર્યો છે. સમાચાર એજન્સીએ આ જાણકારી આપી છે. ઇઝરાયેલના પાટનગર તેલ અવીવમાં એર સાયરન વાગી છે જે કોઇ હુમલાનો સંકેત આપે છે. જોકે, ઇઝરાયેલની એર ડિફેન્સ સિસ્ટમે હુમલાને નિષ્ફળ કરવાનો દાવો કર્યો છે.

રવિવારે પોતાની ટેલીગ્રામ ચેનલ પર એક નિવેદનમાં, અલ-કસમ બ્રિગેડે કહ્યું કે રોકેટ નાગરિકો વિરૂદ્ધ જાયોની નરસંહારના જવાબમાં લૉન્ચ કરવામાં આવ્યા હતા.

હમાસ અલ-અક્સા ટીવીએ કહ્યું કે રોકેટ ગાઝા પટ્ટીમાંથી છોડવામાં આવ્યા હતા. છેલ્લા ચાર મહિનાથી તેલ અવીવમાં રોકેટ સાયરન સંભળાયા નહતા. ઇઝરાયેલી સેનાએ સાયરનનું કારણ જણાવ્યું નથી.

ઇઝરાયેલી ઇમરજન્સી તબીબી સેવાઓએ કહ્યું કે તેમને કોઇ નુકસાનના સમાચાર મળ્યયા નથી. આ હુમલો સંકેત આપે છે કે વિનાશકારી યુદ્ધ બાદ પણ ઇસ્લામી જૂથ હજુ પણ લાંબા અંતરના રોકેટ છોડવામાં સક્ષમ છે.

મહત્ત્વપૂર્ણણ છેકે ગત વર્ષે ઓક્ટોબર મહિનાની શરૂઆતમાં હમાસના આતંકીઓએ અચાનક ઇઝરાયેલ પર હુમલો કર્યો હતો જેમાં કેટલાક લોકોના મોત થયા હતા. તે બાદ ઇઝરાયેલે હમાસ પર વળતો જવાબ આપ્યો હતો અને ત્યારથી અત્યાર સુધી બન્ને યુદ્ધ ચાલુ છે.

આ સમાચાર શેર કરો