મુખ્ય સામગ્રી પર જાઓ
વિશ્વ

23 વર્ષથી અમેરિકામાં સ્ટોર ચલાવતી ગુજરાતી મહિલાની, ગોળી મારી હત્યા!

વિદેશમાં ભારતીયો કોઈકને કોઈક આશા લઈને જતા હોય છે. એવામાં અમેરિકાના સાઉથ કેરોલિનાથી ગુજરાતી

23 વર્ષથી અમેરિકામાં સ્ટોર ચલાવતી ગુજરાતી મહિલાની, ગોળી મારી હત્યા!

વિદેશમાં ભારતીયો કોઈકને કોઈક આશા લઈને જતા હોય છે. એવામાં અમેરિકાના સાઉથ કેરોલિનાથી ગુજરાતીઓ માટે એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. અહીં છેલ્લા 23 વર્ષથી સ્થાયી થયેલા બોરસદના કિરણબેન પટેલની ગોળી મારી હત્યા કરી દેવામાં આવી છે. કિરણબેન સાઉથ કેરોલિનામાં એક સ્ટોર ચલાવતા હતા.  

શું છે ઘટના? 

માહિતી અનુસાર તેમના સ્ટોરમાં બુકાનીધારી યુવક ઘૂસી આવ્યો હતો અને તેણે લૂંટના ઇરાદે આડેધડ ગોળીબાર કર્યો હતો.  જેમાં કિરણબેન પટેલને 8થી વધુ ગોળી વાગતા તેઓ ત્યાં જ ઢળી પડ્યા હતા. કિરણ બેનના બે બાળકો છે જેમાં એક દીકરો છે જે યુકેમાં અને એક દીકરી જે કેનેડામાં વસવાટ કરે છે.  

ઘટના 3 દિવસ પહેલા બની હતી 

માહિતી અનુસાર આ ઘટના 3 દિવસ અગાઉ રાતના સમયે બની હતી જ્યારે કિરણબેન સ્ટોર બંધ કરીને ઘરે જવાની તૈયારી કરી રહ્યા હતા. તે સમયે તેઓ કેશ કાઉન્ટ કરી રહ્યા હતા. અચાનક જ બુકાનીધારી આવ્યો અને દુકાનમાં ઘૂસીને ફાયરિંગ કરવા લાગ્યો હતો. જેમાં કિરણબેનનો ભોગ લેવાઈ ગયો હતો. 

આ સમાચાર શેર કરો