મુખ્ય સામગ્રી પર જાઓ
વિશ્વ

અમેરિકાના ટેક્સાસમાં ગુજરાતી પતિ પર નેપાળી પત્નીની હત્યાનો આરોપ, પોલીસે ધરપકડ કરી

અમેરિકામાં ગુજરાતી નરેશ ભટ્ટ પર તેની નેપાળી પત્ની મમતાની હત્યાનો આરોપ લાગ્યો છે. 28 વર્ષની મમતા ત્ર

અમેરિકાના ટેક્સાસમાં ગુજરાતી પતિ પર નેપાળી પત્નીની હત્યાનો આરોપ, પોલીસે ધરપકડ કરી

અમેરિકામાં ગુજરાતી નરેશ ભટ્ટ પર તેની નેપાળી પત્ની મમતાની હત્યાનો આરોપ લાગ્યો છે. 28 વર્ષની મમતા ત્રણ અઠવાડિયાથી ગુમ હતી. તેના પતિએ જ તેના ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી. હવે તપાસ કર્તાઓએ તેના પર જ તેની પત્નીની હત્યાનો અને તેની લાશને ઘસડીને બહાર લઇ જવાનો આરોપ લગાવ્યો છે. પોલીસે તેની ધરપકડ કરી છે.

ગુજરાતી વ્યક્તિ પર તેની પત્નીની હત્યાનો આરોપ

30 જુલાઇ 2024ના રોજ આરોપી નરેશ ભટ્ટ પર તેની પત્ની મમતાનું મર્ડર કર્યાનો આરોપ મુકવામાં આવ્યો હતો. પોલીસ અધિકારીઓએ કરેલી તપાસ સૂચવે છે કે તેની પત્નીનો મૃતદેહ ઘરમાં હતો અને તેને બહાર ઘસડીને લઇ જવાયો હતો. તેની પત્નીના ઘરમાં જ મૃત્યુ થયાને લઇને ઘણા બધા ડિજિટલ અને ફોરેન્સિક પુરાવા મળ્યાં છે. 

નરેશ ભટ્ટ ભૂતપૂર્વ અમેરિકન આર્મી રિઝર્વ ઓટોમેટેડ લોજિસ્ટિક સ્પેશ્યાલિસ્ટ છે. તેણે જુન 2017થી ફેબ્રુઆરી 2024 સુધી આ કામ કર્યું હતું. તપાસકર્તાઓનું કહેવું છે કે નરેશ ભટ્ટ 30 જુલાઇના રોજ વોલમાર્ટમાં ત્રણ છરીઓ ખરીદતો જોવા મળ્યો હતો. સર્ચ વોરંટ દરમિયાન તેમાની બેનો ક્યાંય અત્તોપત્તો લાગ્યો નથી. તેના દિવસ પછી તે ફરીથી બીજા વોલમાર્ટ સ્ટોરમાં સ્વચ્છતા માટેની પ્રોડક્ટ્સ ખરીદતો જોવા મળ્યો હતો.

સર્ચ વોરંટના અંત દરમિયાન તપાસકર્તાઓને બેડરૂમમાં લોહીના ડાઘ અને લોહીના છાંટા મળી આવ્યા હતા. આ ઉપરાંત તેમને બાથટબમાંથી પણ લોહીના અવશેષો મળી આવ્યા હતા. આ ઉપરાંત ભટ્ટે ખરીદેલી ઘણી બધી ક્લીનલીનેસ પ્રોડક્ટ પણ ઘરે જોવા મળી હતી તે એકદમ અસ્તવ્યસ્ત હતી. આટલું ઓછું હોય તેમ નરેશ ભટ્ટે 19 ઓગસ્ટના રોજ તેની ટેસ્લા વેચી દીધી હતી. તેણે મકાનમાંથી વિદાય લેવાની હોય તે રીતે સુટકેસ તૈયાર કરી દીધી હતી.

પોલીસ અનુસાર મમતા છેલ્લે 27 જુલાઇ 2024ના રોજ મેન્સાસમાં યુવીએ હેલ્થ પ્રિન્સ વિલિયમ મેડિકલ સેન્ટરમાં દેખાઇ હતી. તે મેડિકલ સર્જિકલ યુનિટમાં ત્યાં નર્સ તરીકે કામ કરતી હતી. તેણે 28મની જુલાઇના રોજ તેના મિત્ર સાથે વાત કરી હતી અને 31 જુલાઇના રોજ તેને સૌથી છેલ્લા તેના પતિએ ડિનર ટેબલ પર જોઇ હતી.

આ સમાચાર શેર કરો