VIDEO: નેપાળમાં હિંસક બન્યું Gen-Z આંદોલન, રાષ્ટ્રપતિના ઘરમાં તોડફોડ કરી આગ લગાવી
નેપાળમાં Gen-Z વિરોધ પ્રદર્શનથી પરિસ્થિતિ સતત બગડી રહી છે. વિરોધ પ્રદર્શનોએ હિંસક વળાં

નેપાળમાં Gen-Z વિરોધ પ્રદર્શનથી પરિસ્થિતિ સતત બગડી રહી છે. વિરોધ પ્રદર્શનોએ હિંસક વળાંક લીધો છે. નેપાળની રાજધાની કાઠમંડુ સહિત ઘણા વિસ્તારોમાં આગચંપી, તોડફોડ અને પથ્થરમારાની ઘટનાઓ બની રહી છે. કાઠમંડુમાં પ્રદર્શનકારીઓએ રાષ્ટ્રપતિ રામચંદ્ર પૌડેલના અંગત નિવાસસ્થાન પર કબજો કર્યો છે. ટોળાએ રાષ્ટ્રપતિના ઘરમાં તોડફોડ મચાવી આગ લગાવી છે. પોલીસ અને સુરક્ષા દળોને સ્થળ પર તૈનાત કરવામાં આવ્યા છે પરંતુ ગુસ્સે ભરાયેલા ટોળાને કાબુમાં લેવામાં મુશ્કેલી પડી રહી છે..
https://twitter.com/ANI/status/1965301457999347846
કાઠમંડુમાં વિરોધ પ્રદર્શન વધુને વધુ હિંસક બની રહ્યા છે. વિરોધીઓએ શાસક નેપાળી કોંગ્રેસ પાર્ટીના કાર્યાલયમાં આગ લગાવી દીધી.
સવારે પીએમ કેપી શર્મા ઓલીના પક્ષના નેતા રઘુવીર મહાસેઠ અને માઓવાદી અધ્યક્ષ પ્રચંડના ઘરો પર પણ હુમલો કરવામાં આવ્યો હતો. ગૃહમંત્રી રમેશ લેખક, કૃષિમંત્રી રામનાથ અધિકારી, આરોગ્યમંત્રી સહિત પાંચ મંત્રીઓએ રાજીનામા આપ્યા છે. સતત વધતા દબાણ વચ્ચે PM ઓલી સારવારના નામે દુબઈ જવાની તૈયારી કરી રહ્યા છે અને DY. PMને કાર્યકારી જવાબદારી સોંપવાનો નિર્ણય લીધો છે.
હિંસક વિરોધ પ્રદર્શનો વચ્ચે કેપી ઓલીએ સાંજે 6 વાગ્યે સર્વપક્ષીય બેઠક બોલાવી છે. કર્ફ્યુ અને કડક સુરક્ષા વ્યવસ્થા હોવા છતાં વિરોધ પ્રદર્શનોનો વ્યાપ વધી રહ્યો છે અને રાજકીય સંકટ વધુ ઘેરું બની રહ્યું છે.
નેપાળની રાજધાની કાઠમંડુમાં વિરોધ પ્રદર્શન હિંસક બન્યું છે. પ્રદર્શનકારીઓએ સુરક્ષા દળોનો પીછો કરીને તેમની ઉપર પથ્થરમારો કર્યો. પરિસ્થિતિને કાબુમાં લેવા માટે વધારાના સુરક્ષા કર્મચારીઓ તૈનાત કરવામાં આવ્યા છે. કથિત ભ્રષ્ટાચાર અને સરકારી નીતિઓ સામે આ વિરોધ પ્રદર્શનો ચાલુ છે.
નેપાળના PM કેપી શર્મા ઓલી દુબઈ જવાની યોજના બનાવી રહ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર નેપાળની ખાનગી એરલાઇન હિમાલય એરલાઇન્સને સ્ટેન્ડબાય રહેવાનું કહેવામાં આવ્યું છે. સરકારમાં અનેક મંત્રીઓના રાજીનામા બાદ, પીએમ ઓલીએ તેમના નજીકના સહાયકોમાં પરિસ્થિતિનું મૂલ્યાંકન કર્યું. તેમણે ડે. પીએમને કાર્યકારી જવાબદારી સોંપી છે. આ દરમિયાન કે.પી. ઓલીની દુબઈ મુલાકાતની તૈયારીઓને લઈને રાજકીય વર્તુળોમાં ચર્ચાઓ ચાલી રહી છે અને લોકોમાં તણાવભરી સ્થિતિ છે.
નેપાળમાં મોટાભાગના વિસ્તારોમાં કરફ્યુ હોવા છતાં આંદોલનકારીઓએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પ્રતિબંધ લાદવાનો આદેશ આપનારા અને તેમાં મહત્ત્વની ભૂમિકા ભજવનારા માહિતી સંચાર મંત્રી પૃથ્વી સુબ્બા ગુરૂંગના ખાનગી નિવાસસ્થાનને આગ ચાંપી હતી. ઘટના બાદ પોલીસ તુરંત ફાયર બ્રિગેડની ગાડીઓ સાથે ઘટનાસ્થળે પહોંચી હતી. ફાયરબ્રિગેડ દ્વારા આગ બૂઝાવવાનો અને બચાવ કામગીરી શરૂ કરાઈ હતી. આ આંદોલન સતત ઉગ્ર સ્વરૂપ ધારણ કરી રહ્યું છે. પૂર્વ વડાપ્રધાન પુષ્પ કમલના ઘરે પણ આગ ચાંપી હતી. જ્યારે પૂર્વ ડેપ્યુટી પીએમ રઘુવીર મહાસેઠના જનકપુર સ્થિત ઘર પર ઉપદ્રવીઓએ પથ્થરમારો કર્યો હતો.








