મુખ્ય સામગ્રી પર જાઓ
વિશ્વ

'EVM હેક થઇ શકે, ઉપયોગ બંધ કરો', વિશ્વના સૌથી અમીર વ્યક્તિ એલોન મસ્કનો દાવો

દુનિયાના ટોચના ધનિકોમાં સામેલ ટેસ્લાના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર (સીઇઓ) એલોન મસ્કે EVM અંગે એક મોટો દાવો કર્યો

'EVM હેક થઇ શકે, ઉપયોગ બંધ કરો', વિશ્વના સૌથી અમીર વ્યક્તિ એલોન મસ્કનો દાવો

દુનિયાના ટોચના ધનિકોમાં સામેલ ટેસ્લાના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર (સીઇઓ) એલોન મસ્કે EVM અંગે એક મોટો દાવો કર્યો છે. એલોન મસ્કે ઇલેક્ટ્રોનિંક વોટિંગ મશીન (EVM) વિશે કહ્યું કે, તે હેક થઇ શકે છે અને તેનો ઉપયોગ જ બંધ કરીને EVMને હટાવી દેવું જોઇએ."
 
અમેરિકાની ચૂંટણીમાં EVMનો ઉપયોગ ટાળવા કર્યું આહ્વાન 

આ સાથે તેમણે અમેરિકન ચૂંટણીમાંથી ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીન (EVM)ને હટાવવાની માંગ કરી હતી. સ્પેસ એક્સના CEO એલોન મસ્કે આ ટિપ્પણી અમેરિકન રાષ્ટ્રપતિ પદ માટે અપક્ષ ઉમેદવાર રોબર્ટ એફ કેનેડી જૂનિયર દ્વારા કરવામાં આવેલી એક પોસ્ટ પર જવાબરૂપે કરી હતી. 

એલોન મસ્કે કોની પોસ્ટનો આપ્યો જવાબ

ખરેખર તો કેનેડી જુનિયરે તેમની પોસ્ટમાં પ્યુર્ટો રિકોની પ્રાથમિક ચૂંટણીઓમાં EVM સંબંધિત કથિત મતદાનમાં થયેલી ગેરરીતિઓ વિશે ચર્ચા કરી હતી. તેમણે એક પોસ્ટમાં જણાવ્યું હતું કે પ્યૂર્ટો રિકોની પ્રાથમિક ચૂંટણીમાં ઈવીએમ સંબંધિત સેંકડો ગેરરીતિઓ પકડાઈ. સૌભાગ્યથી ત્યાં એક પેપર ટ્રેલ હતું એટલા માટે સમસ્યા ઓળખી જવાઈ અને વોટની ગણતરી યોગ્ય રીતે થઇ. વિચારો એ ક્ષેત્રોમાં શું થતું હશે જ્યાં કોઈ પેપર ટ્રેલ નથી? અમેરિકન નાગરિકોએ એ જાણવું જરૂરી છે કે તેમના દરેક વોટની ગણતરી થઇ છે અને તેમની ચૂંટણી એકદમ પારદર્શક રીતે સંપન્ન થઇ છે. 

આ સમાચાર શેર કરો