Video: અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પના ગઢમાં ગાબડું

અમેરિકામાં વચગાળાની ચૂંટણીના પરિણામો આવવા લાગ્યા છે. અમેરિકાના અલગ-અલગ રાજ્યોમાં મતદાન પૂર્ણ થઈ ચૂક્યુ છે. જેમાં અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ગઢમાં ગાબડું પડયું છે.. બન્ને ગૃહો અને ગવર્નરની રેસમાં ડેમોક્રેટ્સ આગળ ચાલી રહ્યા છે. અમેરિકાના અલગ-અલગ રાજ્યોમાં મતદાન પૂર્ણ થતાં જ મતગણતરી શરૂ થઈ હતી. પ્રારંભિક વલણોમાં ડેમોક્રેટિક પાર્ટીને હાઉસ ઑફ રિપ્રેઝન્ટેટિવ્સમાં સરસાઈ મળી છે, જ્યારે સેનેટમાં પણ બંને પક્ષો વચ્ચે મુકાબલો ચાલુ છે. હાઉસમાં કુલ 435 બેઠકો છે અને તમામ બેઠકો પર ચૂંટણી યોજાઈ હતી. પ્રારંભિક વલણોમાં વિપક્ષી ડેમોક્રેટિક પાર્ટી 93 બેઠકો પર આગળ ચાલી રહી છે. રાષ્ટ્રપતિ ટ્રમ્પની રિપબ્લિકન પાર્ટીએ 44 બેઠકો પર સરસાઈ જાળવી રાખી છે.. કુલ 36 બેઠકોમાંથી 11 રાજ્યોનાં પરિણામો આવી ચૂક્યાં છે. 9 ડેમોક્રેટ્સ અને 2 રિપબ્લિકનોએ બેઠકો જીતી છે. બાકીના રાજ્યોમાં મતગણતરી ચાલુ છે.




