Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વિશ્વ : Donald Trump threatens to impose heavy tariffs on India again

'24 કલાકમાં ભારત પર ભારે ટેરિફ લગાવીશ', ટ્રમ્પે ફરી આપી ધમકી

Timeછેલ્લું અપડેટ : 05 Aug 2025
લાઇવ ટીવીGoogle News
'24 કલાકમાં ભારત પર ભારે ટેરિફ લગાવીશ', ટ્રમ્પે ફરી આપી ધમકી
સોર્સ : GSTV

અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે આગામી 24 કલાકમાં ભારત પર ટેરિફ વધારવાની ચોંકાવનારી ચીમકી આપી છે. હજી 1 ઓગસ્ટે જ ટ્રમ્પે ભારતની તમામ આયાતો પર 25 ટકા ટેરિફ લાદ્યો હતો. ટ્રમ્પે એક મીડિયા ઈન્ટરવ્યૂમાં જણાવ્યું કે, 'ભારત પર અમે 25 ટકા ટેરિફ લાદ્યો છે. પરંતુ હું વિચારી રહ્યો છું કે, આગામી 24 કલાકમાં આ ટેરિફમાં વધારો કરૂ.'

App Store

ટ્રમ્પનું ભારત પર સતત દબાણ

ટ્રમ્પે ગઈકાલે જ ભારતને ધમકી આપી હતી કે, ભારત પર 25 ટકા ટેરિફ લાદ્યો હોવા છતાં તે રશિયા પાસેથી ક્રૂડની ખરીદી કરી રહ્યો છે. રશિયા સાથેના વેપાર સંબંધો બદલ હું તેના પર વધુ પેનલ્ટી લાદીશ.  અગાઉ 1 ઓગસ્ટે ટ્રમ્પે પ્રતિબંધો હોવા છતાં ભારતના રશિયા સાથેના વેપાર સંબંધો પર પ્રશ્નો ઉઠાવતાં 25 ટકા રેસિપ્રોકલ ટેરિફ લાદ્યો હતો. તેમજ રશિયા પાસેથી ક્રૂડ ખરીદવા બદલ પેનલ્ટી પણ લાદી હતી. 

ભારત દબાણમાં આવી નિર્ણયો લેશે નહીંઃ વિદેશ મંત્રાલય

અમેરિકા સાથે ભારતના વધી રહેલાં તણાવ વચ્ચે નવી દિલ્હીએ વધારાના ટેરિફની ધમકીને "અયોગ્ય અને ગેરવાજબી" ગણાવી છે, ટ્રમ્પની આવી દબાણ યુક્તિઓને "ગેરકાયદેસર" ગણાવી હતી. તેમજ કોઈપણ દબાણમાં આવ્યા વિના ભારતના હિતોને ધ્યાનમાં રાખી નિર્ણયો લેશે.

ટોપિક્સ:Donald Trumptariffs on India