'સરેન્ડર નહીં કરૂં..', હુમલા બાદ ડોનાલ્ડ ટ્રમ્પનો હુંકાર! સમર્થકોને કહ્યું- ચૂંટણી પ્રચાર ચાલુ રાખીશ
અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પર જીવલેણ હુમલો થયો છે. હુમલાખોરે ગોળી મારતા ટ્રમ્પના ક

અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પર જીવલેણ હુમલો થયો છે. હુમલાખોરે ગોળી મારતા ટ્રમ્પના કાનને ટચ કરીને નીકળી ગઇ હતી અને તેમના ચહેરા પરથી લોહી નીકળ્યું હતું. ઘાયલ થયા બાદ ટ્રમ્પને હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા જ્યા તપાસ બાદ તેમને રજા આપવામાં આવી છે. ટેક્સ મેસેજ દ્વારા ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું કે તે આ ઘટના બાદ પાછળ હટવાના નથી અને આગળ લડાઇ ચાલુ રાખશે.
ડોનાલ્ડ ટ્રમ્પે સમર્થકોને કર્યો મેસેજ
અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના સમર્થકોને મોકલવામાં આવેલા એક મેસેજમાં દાવો કર્યો કે કઇ પણ થઇ જાય, તે પોતાનું રાષ્ટ્રપતિનું કેમ્પેઇન ચાલુ રાખશે. ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું, 'હું ક્યારેય પણ સરેન્ડર નહીં કરૂં!'
ટ્રમ્પ સ્પિચ આપતા હતા આ દરમિયાન થયો હુમલો
ડોનાલ્ડ ટ્રમ્પ પર ગોળીબારની ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. ટ્રમ્પ જ્યારે ભાષણ આપતા હતા ત્યારે ગોળીઓ વરસવા લાગી હતી. ડોનાલ્ડ ટ્રમ્પ ગોળી લાગતા જ કાનને ઢાંકતા નીચે બેસી ગયા હતા. સીક્રેટ સર્વિસના એજન્ટ તરત જ તેમની પાસે પહોંચી ગયા હતા અને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા હતા.
યૂએસ સીક્રેટ સર્વિસે હુમલાખોરને ઠાર માર્યો
યૂએસ સીક્રેટ સર્વિસના પ્રવક્તા એન્થની ગુગ્લિલ્મી અનુસાર, ઘટના સ્થાનિક સમય અનુસાર, સાંજે 6.15 વાગ્યે થયો હતો જ્યારે શંકાસ્પદ શૂટરે રેલી સ્થળની બહાર એક ઉંચા સ્થાન પરથી સ્ટેજ પર ગોળી મારી હતી. યૂએસ સીક્રેટ સર્વિસના એજન્ટ્સે હુમલાખોરને ઠાર માર્યો હતો.








