મુખ્ય સામગ્રી પર જાઓ
વિશ્વ

'ભગવાન મારી સાથે હતા', હુમલા બાદ પ્રથમ વખત જનતા સામે આવ્યા ડોનાલ્ડ ટ્રમ્પ

અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પોતાની ઉપર થયેલા જીવલેણ હુમલા બાદ પ્ર

'ભગવાન મારી સાથે હતા', હુમલા બાદ પ્રથમ વખત જનતા સામે આવ્યા ડોનાલ્ડ ટ્રમ્પ

અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પોતાની ઉપર થયેલા જીવલેણ હુમલા બાદ પ્રથમ વખત લોકોને સંબોધિત કર્યા હતા. ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યુ કે તે નવેમ્બરમાં યોજાનારી રાષ્ટ્રપતિની ચૂંટણીમાં જીત મેળવશે. ટ્રમ્પે ગુરૂવારે વિસ્કૉન્સિનના મિલવોકીમાં રિપબ્લિકન નેશનલ કન્વેશનમાં ભાગ લીધો હતો. ટ્રમ્પે રિપબ્લિકન પાર્ટી તરફથી રાષ્ટ્રપતિ પદનું નોમિનેશન સ્વીકાર કર્યું છે. આ દરમિયાન ટ્રમ્પે રાષ્ટ્રપતિ જો બાઇડન પર પ્રહાર કર્યા હતા.

ડોનાલ્ડ ટ્રમ્પે શું કહ્યું?

ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું, "આજથી ચાર મહિના બાદ અમને એક શાનદાર જીત મળશે." ટ્રમ્પે પ્રતિજ્ઞા લીધી હતી કે તે પુરા અમેરિકા માટે રાષ્ટ્રપતિ હશે. નેશનલ કન્વેન્શનમાં ટ્રમ્પે પોતાની ઉપર થયેલા હુમલાનો ઉલ્લેખ કરતા તે ડરાવનારી ક્ષણ વિશે વાત કરી હતી. ટ્રમ્પે કહ્યું કે, "ચારે તરફ લોહી વહી રહ્યું હતું પરંતુ ક્યાકને ક્યાક સુરક્ષિત અનુભવ થઇ રહ્યો હતો, કારણ કે ભગવાન મારી સાથે હતા." ટ્રમ્પની ઉપર હુમલો કરનારા શખ્સ થૉમસ મેથ્યૂઝ ક્રૂક્સને સીક્રેટ સર્વિસે ઘટનાસ્થળે જ ઠાર માર્યો હતો.

ઇશ્વરની કૃપાથી તમારી સામે ઉભો છું: ડોનાલ્ડ ટ્રમ્પ

અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ટ્રમ્પે કહ્યું, "જો હું અંતિમ ક્ષણમાં પોતાનું માથુ ના હલાવ્યું હોત તો હત્યારાની ગોળી બિલકુલ સચોટ નિશાના પર લાગી હોત અને હું આજે રાત્રે તમારી સાથે ના હોત". ટ્રમ્પે કહ્યું, "મારે આજે અહીં હોવું જોઇતું નહતું. સર્વશક્તિમાન ઇશ્વરની કૃપાથી હું આ એરિનામાં તમારી સામે ઉભો છું. કેટલાક લોકો કહે છે કે તે એક મહત્ત્વપૂર્ણ ક્ષણ હતી. અમે આ અઠવાડિયાના સમ્મેલનમાં દૈવીય હસ્તક્ષેપ વિશે સાંભળ્યું, જ્યારે સ્પીકર્સે ગોળીબાર પર ચર્ચા કરી હતી. હું પણ અહીં આ રીતના વિષય પર ચર્ચા કરી રહ્યો છું."

સીક્રેટ સર્વિસ એજન્ટનો ટ્રમ્પે માન્યો આભાર

ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું, "હું અમેરિકાના રાષ્ટ્રપતિ બનવાની રેસમાં છું, અડધા અમેરિકાનો નહીં, કારણ કે અડધા અમેરિકાને જીતવામાં કોઇ જીત નથી." અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ટ્રમ્પે સર્વિસ એજન્ટનો આભાર માન્યો હતો, જે તરત જ સ્ટેજ પર આવી ગયા હતા. ટ્રમ્પે કહ્યું, જેમને મોટું રિસ્ક લઇને તેમનો જીવ બચાવ્યો. ટ્રમ્પે કહ્યું, આજે રાત્રે, વિશ્વાસ અને ભક્તિ સાથે હું ગર્વથી સંયુક્ત રાજ્ય અમેરિકાના રાષ્ટ્રપતિ પદ માટે પોતાનું નોમિનેશન સ્વીકાર કરું છું.

આ સમાચાર શેર કરો