Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વિશ્વ : Did America get caught in the Iran war because of Trump's five mistakes?

VIDEO : 'ઈરાનના સર્વોચ્ચ નેતાના મોત છતાં યુદ્ધમાં ખરાબ રીતે ફસાયું અમેરિકા?' ટ્રમ્પની આ 5 મોટી ભૂલો ભારે પડી

Timeછેલ્લું અપડેટ : 17 Mar 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

ઈરાન સાથેના યુદ્ધના ત્રીજા સપ્તાહમાં પ્રવેશતાની સાથે જ અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ચારેબાજુથી ઘેરાતા જોવા મળી રહ્યા છે. એક તરફ સાઉદી અરેબિયા અને અન્ય આરબ દેશોએ આ હુમલામાં અમેરિકાનો સાથ આપવાનો ઈન્કાર કરી દીધો છે, તો બીજી તરફ યુરોપિયન દેશો અને નાટો સંગઠને પણ ઈરાન વિરુદ્ધ યુદ્ધ લડવાની મનાઈ કરી દીધી છે. આ સ્થિતિથી ટ્રમ્પ અત્યંત નિરાશ હોવાનું મનાય છે. યુદ્ધની શરૂઆતમાં ટ્રમ્પને આશા હતી કે તેઓ સાથી દેશોની મદદથી ઈરાનને હરાવી દેશે, પરંતુ 15 દિવસ બાદ તેમને પોતાની ભૂલોનું પરિણામ ભોગવવું પડી રહ્યું હોય તેમ જણાય છે.

App Store

ઈરાનનું મજબૂત વલણ

ઈરાન અત્યારે પહેલા કરતા વધુ મજબૂત સ્થિતિમાં હોય તેમ લાગે છે. આશ્ચર્યની વાત એ છે કે ઈરાનના સર્વોચ્ચ નેતા આયતુલ્લા અલી ખામેનેઈ અને 40 ટોચના સૈન્ય કમાન્ડરો માર્યા ગયા હોવા છતાં અને અડધાથી વધુ યુદ્ધ જહાજ તબાહ થઈ ગયા હોવા છતાં ઈરાન નબળું પડ્યું નથી. ડોનાલ્ડ ટ્રમ્પ આ યુદ્ધમાં કેવી રીતે ફસાયા, તેના મુખ્ય 5 કારણો નીચે મુજબ છે.

1. યુદ્ધનું ખોટું આકલન

રિપોર્ટ મુજબ, ટ્રમ્પે યુદ્ધને લઈને ખોટું આકલન કર્યું હતું. તેમને લાગ્યું હતું કે માત્ર હવાઈ હુમલા કરવાથી ઈરાનમાં તખ્તાપલટ થઈ જશે, પરંતુ ઈરાનના મજબૂત માળખાએ ટ્રમ્પના સપનાઓ પર પાણી ફેરવી દીધું છે. હવે જો ટ્રમ્પે આ યુદ્ધ જીતવું હોય તો જમીન પર સૈન્ય ઉતારવું પડે તેમ છે, જે અત્યંત જોખમી છે.

2. ગુપ્તચર અહેવાલોની અવગણના

CIA દ્વારા ટ્રમ્પને બે ગુપ્ત અહેવાલો સોંપવામાં આવ્યા હતા. જેમાં સ્પષ્ટ ચેતવણી આપવામાં આવી હતી કે માત્ર હવાઈ હુમલાથી સત્તા પરિવર્તન નહીં થાય, ઉલટાનું ઈરાનનું શાસન વધુ મજબૂત બની શકે છે. ટ્રમ્પે આ અહેવાલોને નજરઅંદાજ કર્યા, જે હવે અમેરિકા માટે ખતરો બની રહ્યા છે.

3. આરબ દેશોનો સાથ ન મળવો

ઈરાન પર હુમલો કરતા પહેલા ટ્રમ્પે પોતાના આરબ સાથીઓને વિશ્વાસમાં લીધા નહોતા. કતાર અને યુએઈ(UAE) એ આ મામલે ખુલ્લેઆમ નારાજગી વ્યક્ત કરી છે. ઓમાનનું કહેવું છે કે પ્રસ્તાવિત વાતચીતના બે દિવસ પહેલા જ અમેરિકા હુમલો કેવી રીતે કરી શકે? આ જ કારણે આરબ દેશોએ અમેરિકાને સાથ આપવાની ના પાડી દીધી છે.

4. વિવાદાસ્પદ નિવેદનો

યુદ્ધની શરૂઆતમાં મોટી સફળતા મળ્યા બાદ ટ્રમ્પે મીડિયા સમક્ષ વિચિત્ર નિવેદનો આપ્યા હતા. તેમણે એક નિવેદનમાં કહ્યું હતું કે સૈનિકોને આમાં 'મજા' આવી રહી છે એટલે હુમલા થઈ રહ્યા છે. આ પ્રકારના નિવેદનોથી વૈશ્વિક સ્તરે અમેરિકાની છબી ખરડાઈ છે.

5. યુદ્ધવિરામ બાબતે અસમંજસ

મુજતબા ખામેનેઈ નવા સર્વોચ્ચ નેતા બન્યા બાદ ઈરાને 'હોર્મુઝ સ્ટ્રેટ' બંધ કરવાની જાહેરાત કરી, જેનાથી તેલના વેપાર પર ભારે અસર પડી છે અને વિશ્વભરના શેરબજાર તૂટ્યા છે. ટ્રમ્પ ક્યારેક યુદ્ધ સમાપ્ત કરવાની વાત કરે છે તો ક્યારેક યુદ્ધ ચાલુ રાખવાની, આ વિરોધાભાસી વલણને કારણે કોઈ પણ દેશ હવે તેમના પર ભરોસો કરી રહ્યો નથી.