ફ્લાઈટમાં અન્ડરગાર્મેન્ટ્સ પહેરવા માટેની ગાઈડલાઈન્સ, એટેન્ડેન્ટ માટે આ વસ્તુઓ પર લાગ્યો પ્રતિબંધ
વિશ્વભરની તમામ એરલાઇન્સમાં ફ્લાઇટ એટેન્ડન્ટ્સના ડ્રેસ કોડ બાબતે ઘણા નિયમો છે. પરંતુ અમેરિકાની

વિશ્વભરની તમામ એરલાઇન્સમાં ફ્લાઇટ એટેન્ડન્ટ્સના ડ્રેસ કોડ બાબતે ઘણા નિયમો છે. પરંતુ અમેરિકાની ડેલ્ટા એર લાઇન્સ દ્વારા એર હોસ્ટેસ અને ફ્લાઇટ એટેન્ડન્ટ્સના ડ્રેસકોડ બાબતે જે નિયમો લાગુ કરાયા તેનાથી ચર્ચા છેડાઈ છે. ડેલ્ટા એરલાઈન્સે નિર્દેશોની માર્ગદર્શિકા બહાર પાડી તેમાં લખેલી એક સૂચનાએ ચર્ચા જગાવી છે. એરહોસ્ટેસે અને ફ્લાઈટ એટેન્ડન્ટે અન્ડરગાર્મેન્ટ કેવી રીતે પહેરવા તે બતાવવામાં આવ્યું છે.
ડેલ્ટા એરલાઇન્સ દ્વારા "ફ્લાઇટ એટેન્ડન્ટ હાયરિંગ એપિયરન્સ રિક્વાયરમેન્ટ્સ" શીર્ષક સાથે બહાર પાડવામાં આવેલી માર્ગદર્શિકામાં બતાવ્યું છે કે ઇન્ટરવ્યુથી ઇન-ફ્લાઇટ સેવા સુધી ફ્લાઇટ એટેન્ડન્ટ કેવા દેખાવા જોઈએ. બે પાનાના પરિપત્રમાં સૌથી વધુ બબાલ અન્ડરગાર્મેન્ટ્સ પહેરવા અને તે દેખાઈ ન જાય તેની કાળજી રાખવાની છે.
ડેલ્ટા એરલાઈન્સની માર્ગદર્શિકામાં ગ્રૂમિંગ, વાળ, જ્વેલરી અને કપડાંને આવરી લેવામાં આવ્યા છે, જેમાં અન્ડરગાર્મેન્ટ્સ પર ખાસ ભાર મુકવામાં આવ્યો છે. એરલાઈને વ્યાવસાયિકતા અને સુઘડ દેખાવ પર પણ ભાર મૂક્યો હતો અને ફ્લાઇટ એટેન્ડન્ટ્સને આ ધોરણોનું પાલન કરવાનો આદેશ આપ્યો હતો.
ડેલ્ટા એરલાઇન્સના ફ્લાઇટ એટેન્ડન્ટ્સ માટે ડ્રેસકોડ
માર્ગદર્શિકામાં લખ્યું છે કે, "ડેલ્ટા ફ્લાઇટ એટેન્ડન્ટ્સ અમારા ગ્રાહકો સાથે સૌથી વધુ સમય વિતાવે છે અને તેઓ એરલાઇનનો ચહેરો છે." ફ્લાઇટ એટેન્ડન્ટ્સ તેમના યુનિફોર્મ પહેરે છે ત્યારથી કસ્ટમર્સ સર્વિસ શરૂ થઈ જાય છે. પરિપત્રમાં લખ્યું છે કે, "ડેલ્ટા યુનિફોર્મ હંમેશા સલામતીને પ્રથમ સ્થાન રાખવું, ડેલ્ટા સંસ્કૃતિ પર ગર્વનું પ્રતિનિધિત્વ કરે છે અને શાલિનતા દર્શાવે છે. જેને અમારા ગ્રાહકો યાદ રાખશે."
ડેલ્ટા એરલાઇન્સે જારી કરેલી માર્ગદર્શિકા
- વાળ કુદરતી રીતે રંગીન હોવા જોઈએ, બોલ્ડ હાઇલાઇટ્સ અથવા કૃત્રિમ રંગો વિનાના હોવા જોઈએ.
- લાંબા વાળને પાછળની તરફ બાંધવા. જો તે પીઠથી નીચે જતા હોય તો પિનઅપ કરવું.
- પલકો કુદરતી દેખાવી જોઈએ.
- નખ સાદા અને ટૂંકા રાખવા. કોઈ ચમકદાર રંગ, ગ્લિટર અથવા પેઇન્ટેડ ડિઝાઇનની મંજૂરી નથી.
- ટેટૂને ઢાંકવું પરંતુ બેન્ડેડથી નહીં.
- નાકમાં એક જ વેધન હોવું જોઈએ અને તેમાં સોના, ચાંદી, સફેદ મોતી અથવા હીરાના નાના સ્ટડ પહેરવા જોઈએ.
- કાન દીઠ ફક્ત બે જ બુટ્ટીઓની મંજૂરી છે અને તે મોટા હૂપ્સ નહીં પરંતુ એક સિક્કા કરતાં નાની હોવી જોઈએ.
- નાક સિવાય શરીરના અન્ય છેદો દેખાવા ન જોઈએ.
ડેલ્ટા ફ્લાઇટ એટેન્ડન્ટ્સે કેવા કપડા પહેરવા
ડેલ્ટા ફ્લાઈટ એટેન્ડન્ટ્સે પ્રોફેશનલિઝ્મ અને ફિટિંગ પર જોર આપ્યું છે. માર્ગદર્શિકામાં જણાવાયું છે કે ડ્રેસ અને સ્કર્ટ ઘૂંટણ સુધીના કે તેથી નીચા હોવા જોઈએ. સ્પોર્ટ્સ શૂઝને મંજૂરી આપવામાં આવશે નહીં. એના બદલે ફ્લાઇટ એટેન્ડન્ટે બંધ પગવાળી ફ્લેટ, હાઈ હિલ્સના જૂતા અથવા સ્લિંગ-બેક શૂઝ પસંદ કરવાની જરૂર છે. પુરૂષ કર્મચારી માટે બટન-કોલરવાળા ડ્રેસ શર્ટ સાથે ટાઈ જરૂરી રહેશે.








