ટ્રમ્પની સુરક્ષામાં ચૂક કે ષડયંત્ર! અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિની કોણ કરે છે સુરક્ષા?
અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ અને આ પદ માટે રિપબ્લિકન ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ

અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ અને આ પદ માટે રિપબ્લિકન ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પ પર ચૂંટણી રેલી દરમિયાન હુમલો થયો હતો. આ હુમલામાં ટ્રમ્પ તો બચી ગયા પણ સીક્રેટ સર્વિસ ચીફ પર માછલા ધોવાયા હતા.ફાયરિંગ પહેલા રેલીમાં હાજર રહેલા કેટલાક લોકોએ ઘટનાસ્થળે રહેલા સીક્રેટ સર્વિસ એજન્ટને જાણ કરી હતી પરંતુ તેમને આ વાત પર ધ્યાન આપ્યું નહતું. હવે લોકો અમેરિકન સીક્રેટ સર્વિસ પ્રમુખ કિમ્બર્લી ચીટલનું રાજીનામું માંગી રહ્યાં છે.
ચીટલને ટ્રમ્પની રેલીમાં ગોળીબારની ઘટનામાં સાક્ષી બનવા માટે 22 જુલાઇએ બોલાવવામાં આવ્યા છે. સંયુક્ત રાજ્ય અમેરિકાની સીક્રેટ સર્વિસ હોમલેન્ડ સિક્યુરિટી ડિપાર્ટમેન્ટ હેઠળ આવતી એક અલગ એજન્સી છે, તેની પાસે અમેરિકન રાજનેતાઓ, તેમના પરિવાર અને અમેરિકાના પ્રવાસે આવતા બીજા દેશના પ્રમુખોની સુરક્ષાની જવાબદારી હોય છે.
સુરક્ષામાં ચૂક કે ષડયંત્ર
સૌથી મોટો સવાલ ઉભો થાય છે કે વિશ્વના સૌથી શક્તિશાળી દેશના પૂર્વ રાષ્ટ્રપતિની સુરક્ષામાં આટલી મોટી ચૂક કેવી રીતે થઇ? કેવી રીતે હુમલાખોર ટ્રમ્પની ચૂંટણી રેલીની નજીક હથિયાર લઇને પહોંચી ગયા? કેવી રીતે સુરક્ષા ઘેરામાં તૈનાત એજન્સીને તેની ખબર પણ ના પડી? અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિની સુરક્ષાની જવાબદારી યૂએસ સીક્રેટ સર્વિસની હોય છે.
યૂએસ સીક્રેટ સર્વિસના એજન્ટ દરેક ક્ષણ પૂર્વ રાષ્ટ્રપતિઓની સુરક્ષામાં તૈનાત રહે છે. તે જ્યાં પણ જાય છે, સીક્રેટ સર્વિસના એજન્ટ તેમની સાથે સાથે રહે છે. એવામાં ટ્રમ્પ પર હુમલા બાદ સવાલ ઉભા થઇ રહ્યાં છે કે જ્યારે પૂર્વ રાષ્ટ્રપતિની સુરક્ષા આટલી જોરદાર હતી તો તેમના પર ગોળી કેવી રીતે ચાલી? શું તેમના પર કોઇ ષડયંત્ર હેઠળ હુમલો કરવામાં આવ્યો છે?
માત્ર 100 મીટરના અંતરથી કેવી રીતે એક શૂટરે ટ્રમ્પને નિશાન બનાવ્યા? આ દરમિયાન સીક્રેટ સર્વિસ શું કરતી હતી? છતથી જો નિશાન બનાવવામાં આવ્યા તો તેના એજન્ટ શું કરતા હતા? રેલીની આસપાસની બિલ્ડિંગની છતો પર સીક્રેટ સર્વિસ કેમ સાવચેત નહતી? ટ્રમ્પ પર હુમલા બાદ કેટલાક સવાલો ઉભા થઇ રહ્યાં છે જેની FBI સહિત અમેરિકન એજન્સીઓ તપાસ કરી રહી છે.
કોણ છે કિમ્બર્લી ચીટલ?
ચીટલ સપ્ટેમ્બર 2022થી સીક્રેટ સર્વિસને લીડ કરી રહ્યાં છે અને જેમ્સ એમ મરે (મે 2019-સપ્ટેમ્બર 2022)ની જગ્યા લેનારા 27માં ડિરેક્ટર છે.
તે 1995માં સેવામાં સામેલ થયા હતા. સીક્રેટ સર્વિસ ડાયરેક્ટરના રૂપમાં નિયુક્તિ પહેલા તેમને પેપ્સિકો સાથે ગ્લોબલ સિક્યુરિટીમાં સીનિયર ડિરેક્ટરના રૂપમાં કામ કર્યું છે. તે ઉત્તરી અમેરિકામાં કંપનીના તમામ કારખાના અને ઓફિસ માટે સુરક્ષા પ્રોટોકોલ માટે જવાબદાર હતા.
સીક્રેટ સર્વિસમાં તેમની ભૂમિકા પ્રોટેક્ટિવ ઓપરેશન ઓફિસના સહાયક ડિરેક્ટરના રૂપમાં હતી. આ પહેલા ચીટલ એટલાન્ટામાં સંગઠનની ફીલ્ડ ઓફિસના પ્રભારી વિશેષ એજન્ટ હતા. વર્ષ 2021માં રાષ્ટ્રપતિ જો બાઇડન, ઓવલ ઓફિસમાં ટ્રમ્પના ઉત્તરાધિકારી અને નવેમ્બર ચૂંટણીમાં તેમના સૌથી સંભવિત વિરોધીએ ચીટલને પ્રદર્શન માટે પ્રેસિડેન્શિયલ રેન્ક એવોર્ડથી સમ્માનિત કર્યા હતા. આવતા વર્ષે બાઇડને તેમને તેમના વર્તમાન પદ પર નિયુક્ત કર્યા હતા.








