Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વિશ્વ : Co-Pilot Who Attacked Smit Machhar Had Jihadi Material, Faced Ban

સ્મિત મચ્છાર હુમલા કેસમાં મોટો ખુલાસો, જેહાદી સામગ્રીને લઈ કો-પાઈલટ પર ઓમાન એરએ પહેલાં જ લગાવ્યો હતો બેન!

Timeછેલ્લું અપડેટ : 03 Oct 2026
લાઇવ ટીવીGoogle News
સ્મિત મચ્છાર હુમલા કેસમાં મોટો ખુલાસો, જેહાદી સામગ્રીને લઈ કો-પાઈલટ પર ઓમાન એરએ પહેલાં જ લગાવ્યો હતો બેન!
સોર્સ : gstv

દુબઈથી ઇઝરાયેલ જતી ફ્લાયદુબઈ (Flydubai)ની ફ્લાઇટમાં ભારતીય કેપ્ટન સ્મિત મચ્છાર પર હુમલો કરવાના કેસમાં નવા ખુલાસા સામે આવ્યા છે. અહેવાલો અનુસાર, હુમલાનો આરોપ ધરાવતા ઓમાની સહ-પાયલટ (Co-pilot)નો ભૂતકાળ પણ વિવાદાસ્પદ રહ્યો છે. ઓમાન એર (Oman Air)માં તાલીમ દરમિયાન તેની પાસેથી કટ્ટરપંથી વિચારધારા અને પેલેસ્ટાઇનના સમર્થન સાથે જોડાયેલી સામગ્રી મળી આવી હતી. આ ઘટના બાદ તેને ઉડ્ડયન સંબંધિત કામગીરીમાંથી હટાવી વહીવટી કામ સોંપવામાં આવ્યું હતું. હવે તપાસ એ દિશામાં પણ ચાલી રહી છે કે અગાઉ પ્રતિબંધનો સામનો કરી ચૂકેલી વ્યક્તિને ફ્લાયદુબઈમાં સહ-પાયલટ તરીકે નોકરી કેવી રીતે મળી.

App Store

ઓમાન એર ખાતે તાલીમ દરમિયાન મળી હતી શંકાસ્પદ સામગ્રી

એબીસી ન્યૂઝ (ABC News)ના અહેવાલને ટાંકીને જણાવવામાં આવ્યું છે કે, વર્ષ 2024માં ઓમાન એર ખાતે તાલીમ દરમિયાન આરોપી સહ-પાયલટ પાસેથી કટ્ટરપંથી અને જેહાદી વિચારધારા સાથે જોડાયેલા દસ્તાવેજો મળી આવ્યા હતા. આ ઉપરાંત, તેની પાસે પેલેસ્ટાઇનના સમર્થન અને ઇઝરાયેલના વિરોધ સાથે સંબંધિત સામગ્રી હોવાનો પણ દાવો કરવામાં આવ્યો છે.

આ મામલે અગાઉ કાર્યવાહી કરવામાં આવી હતી અને તેને ઉડ્ડયન સંબંધિત જવાબદારીઓમાંથી દૂર કરીને વહીવટી કામગીરીમાં મૂકવામાં આવ્યો હતો. જોકે, આટલા ગંભીર ભૂતકાળ બાદ તે ફ્લાયદુબઈમાં કેવી રીતે જોડાયો, તે તપાસનો મુખ્ય મુદ્દો બન્યો છે.

કોકપિટમાં કેપ્ટન સ્મિત મચ્છાર પર હુમલો

આ ઘટના બુધવારે ફ્લાયદુબઈની ફ્લાઇટ FZ1073માં બની હતી. અહેવાલો અનુસાર, વિમાનના કોકપિટમાં સહ-પાયલટે કેપ્ટન સ્મિત મચ્છાર પર હુમલો કર્યો હતો, જેમાં તેઓ ઘાયલ થયા હતા. ઘટનાને પગલે વિમાનનું ઇમરજન્સી લેન્ડિંગ (Emergency Landing) કરાવવામાં આવ્યું હતું.

સાઉદી અરેબિયાના ગૃહ મંત્રાલયે પ્રાથમિક તપાસના આધારે જણાવ્યું હતું કે સહ-પાયલટના હુમલામાં બંને પાયલટને ઈજાઓ થઈ હતી. સારવાર બાદ આરોપી સહ-પાયલટને વધુ તપાસ માટે સંયુક્ત આરબ અમીરાત (UAE)ને સોંપવામાં આવ્યો છે.

સ્મિત મચ્છારની બહાદુરીનાં વખાણ

યુએઈના રાષ્ટ્રપતિના સલાહકાર અનવર ગર્ગાશે ભારતીય કેપ્ટન સ્મિત મચ્છારની હિંમત અને સૂઝબૂઝની પ્રશંસા કરી હતી. તેમણે જણાવ્યું હતું કે સ્મિત મચ્છારે મુશ્કેલ પરિસ્થિતિમાં જવાબદારીપૂર્વક કામગીરી કરીને મોટી દુર્ઘટના ટાળવામાં મદદ કરી હતી.

ઇઝરાયેલ પણ તપાસમાં જોડાશે

ઇઝરાયેલના અધિકારીઓ આરોપી સહ-પાયલટની પૂછપરછ કરશે. યુએઈના અધિકારીઓ સાથે મળીને તપાસકર્તાઓ હુમલા પાછળના હેતુ અને ઘટનાક્રમની તપાસ કરશે. ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ ચેતવણી આપી છે કે આ ઘટનામાં કોઈ દેશની સંડોવણી સાબિત થશે તો તેને ગંભીર પરિણામો ભોગવવા પડી શકે છે. જોકે, તેમણે આ દાવાને સમર્થન આપતા કોઈ પુરાવા રજૂ કર્યા નથી. હાલ તપાસના અંતિમ તારણોની રાહ જોવાઈ રહી છે