મુખ્ય સામગ્રી પર જાઓ
વિશ્વ

વોલોડીમીર ઝેલેન્સકીનો દાવો, યુક્રેનિયન સૈનિકોએ રશિયાના સુદજા શહેર પર કર્યો સંપૂર્ણ કબજો 

યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમિર ઝેલેન્સકીએ ગુરુવારે જણાવ્યું હતું કે યુક

વોલોડીમીર ઝેલેન્સકીનો દાવો, યુક્રેનિયન સૈનિકોએ રશિયાના સુદજા શહેર પર કર્યો સંપૂર્ણ કબજો 

યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમિર ઝેલેન્સકીએ ગુરુવારે જણાવ્યું હતું કે યુક્રેનિયન સૈનિકોએ રશિયન પ્રદેશમાં ઘૂસણખોરી કરીને કુર્સ્ક ક્ષેત્રમાં રશિયન શહેર સુદજા પર સંપૂર્ણ નિયંત્રણ મેળવી લીધું છે. યુદ્ધ પહેલા લગભગ 5,000 ની વસ્તી ધરાવતું આ શહેર યુક્રેન દ્વારા કબજે કરવામાં આવેલ સૌથી મોટું શહેર છે. ઝેલેન્સકીએ કહ્યું કે સુદજામાં યુક્રેનિયન લશ્કરી કમાન્ડરની ઓફિસની સ્થાપના કરવામાં આવી રહી છે. તેમણે ઓફિસની કામગીરી અંગે વિસ્તૃત માહિતી આપી ન હતી.

યુક્રેન આર્મીએ કુર્સ્ક પર હુમલો કર્યો

રશિયાનું સુદજા શહેર યુક્રેનની સરહદથી લગભગ 10 કિમી દૂર છે. તેની વસ્તી લગભગ 5,000 છે. અહીં એક રશિયન ગેસ પાઇપલાઇન સ્ટેશન છે. તેની મદદથી તે યુરોપિયન દેશોને ગેસ સપ્લાય કરે છે. યુક્રેનના સૈન્ય વડા ઓલેક્ઝાન્ડર સિરસ્કીના જણાવ્યા અનુસાર, યુક્રેને રશિયા પાસેથી 1,150 ચોરસ કિલોમીટરનો વિસ્તાર કબજે કર્યો છે. યુક્રેને 6 ઓગસ્ટે રશિયાના કુર્સ્ક વિસ્તાર પર હુમલો કર્યો હતો.

સેના આગળ વધી રહી છે

અગાઉ, યુક્રેનના આર્મી કમાન્ડર ઓલેક્ઝાન્ડર સિરસ્કીએ રાષ્ટ્રપતિ વ્લાદિમીર ઝેલેન્સ્કીને પોસ્ટ કરેલા એક વીડિયોમાં જણાવ્યું હતું કે યુક્રેન હવે કુર્સ્ક ક્ષેત્રમાં 74 વસાહતોને નિયંત્રિત કરે છે. તેણે કહ્યું હતું કે યુક્રેનની સેના સતત આગળ વધી રહી છે અને તેણે 15 ચોરસ માઈલ વિસ્તાર પર નિયંત્રણ મેળવી લીધું છે.

રશિયાએ શસ્ત્રો મોકલ્યા

બીજી તરફ, રશિયન સંરક્ષણ મંત્રાલયે કહ્યું છે કે તે કુર્સ્કમાં વધુ દળો અને હથિયારો મોકલી રહ્યું છે, જ્યાં યુક્રેનિયન સૈનિકો સરહદ પાર કરીને રશિયન વિસ્તારમાં પ્રવેશ્યા છે. રશિયન મીડિયા અનુસાર, સંરક્ષણ મંત્રાલયે BM-21 Grad મલ્ટીપલ રોકેટ લોન્ચર, આર્ટિલરી, ટેન્ક અને મિલિટરી ટ્રક કુર્સ્કમાં સુદઝાન્સકી મોકલ્યા છે. તાજેતરમાં, યુક્રેનના વિદેશ મંત્રાલયે દાવો કર્યો હતો કે રશિયાએ કુર્સ્ક વિસ્તારમાંથી વિમાન વિરોધી મિસાઈલો, તોપો, મોર્ટાર, ડ્રોન, ગ્લાઈડ બોમ્બ અને 100 થી વધુ મિસાઈલો વડે બે હજારથી વધુ હુમલા કર્યા છે.

આ સમાચાર શેર કરો