મુખ્ય સામગ્રી પર જાઓ
વિશ્વ

ચીને બનાવ્યો પૃથ્વીની ગતિ ધીમી પાડી દેતો ડેમ, નહેરુએ પોતાના સમયમાં બનાવેલો સૌથી લાંબો ડેમ

જવાહરલાલ નહેરૂએ પોતાના શાસનકાળમાં જે રીતે દેશનો વિકાસ કર્યો તે રસ્તા પર જ ચીન ચાલી રહ્યું છે. નહે

ચીને બનાવ્યો પૃથ્વીની ગતિ ધીમી પાડી દેતો ડેમ, નહેરુએ પોતાના સમયમાં બનાવેલો સૌથી લાંબો ડેમ

જવાહરલાલ નહેરૂએ પોતાના શાસનકાળમાં જે રીતે દેશનો વિકાસ કર્યો તે રસ્તા પર જ ચીન ચાલી રહ્યું છે. નહેરૂએ આઝાદી પછીના પ્રથમ દાયકામાં જ દેશની પ્રજા ભૂખી ના મરે અને આત્મનિર્ભર બનીને ખેતી કરી શકે તે માટે ત્રણ મોટા ડેમનું નિર્માણ કરાવ્યું હતું.હવે ચીન પણ સિંચાઇ યોજના પર ભાર મુકી રહ્યું છે અને નવા મોટા મોટા ડેમનું નિર્માણ કરી રહ્યું છે. ચીને 2012માં હુબેઇ પ્રાંતમાં વિશ્વના સૌથી મોટા ડેમ થ્રી ગોર્જિસ ડેમનું નિર્માણ કરાવ્યું છે. 

ચીનના વિશ્વના સૌથી મોટા બંધને કારણે થતા નુકસાન વિશે જાણીને દુનિયા ચોકી ગઇ છે. ચીનમાં સ્થિત વિશ્વના સૌથી મોટા બંધે પૃથ્વીની ફરવાની ગતિને ધીમી કરી દીધી છે. થ્રી ગોર્જિસ ડેમ હુબેઇ પ્રાંતમાં યાંગજી નદી પર બનાવવામાં આવ્યો છે. આ હાઇડ્રોઇલેક્ટ્રિક ગ્રેવિટી ડેમ છે.આ ડેમમાં 22,400 મેગાવોટ વીજળી ઉત્પન્ન કરવાની ક્ષમતા છે. ભારતના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરૂએ પણ આજથી 67 વર્ષ પહેલા વિશ્વનો સૌથી મોટો બંધ બનાવ્યો હતો. 1957માં ઓરિસ્સામાં મહાનદી ઉપર હિરાકુંડ બંધ બાંધવામાં આવ્યો હતો. આ બંધ સૌથી લાંબો માનવનિર્મિત બંધ પૈકી એક ગણાય છે. આ બ્રિજની લંબાઇ 26 કિલોમીટર છે.

ચીનને વિશ્વના સૌથી મોટો ડેમ બનાવતા 18 વર્ષ કેમ લાગ્યા?

થ્રી ગોર્જિસ ડેમ પર બનાવવામાં આવેલો આ બંધ 2.3 કિલોમીટર લાંબો, 115 મીટર પહોળો અને 185 મીટર ઊંચો છે.આ બંધ ચીનના હુબેઇ પ્રાંતમાં યાંગજી નદી પર બનાવવામાં આવ્યો છે જે 6000 કિલોમીટર લાંબી છે. આ વિશાળ બંધને બનાવવામાં અઢી લાખ કરોડ રૂપિયા કરતા વધુનો ખર્ચ થયો છે. આ બંધ બનાવવામાં 18 વર્ષ જેટલો સમય લાગ્યો છે. 1994માં આ બંધનું કામ શરૂ કરવામાં આવ્યું હતું અને 2012માં તે બનીને તૈયાર થયો હતો.

થ્રી ગોર્જિસ ડેમને બનાવવામાં 4 લાખ 63 હજાર ટન સ્ટીલનો ઉપયોગ થયો છે જેમાં 22,400 મેગાવોટ વીજળી ઉત્પન્ન કરવાની ક્ષમતા છે. કહેવામાં આવે છે કે આ બંધના જળાશયમાં એટલું પાણી ભેગું થઇ ગયું છે કે જેને કારણે પૃથ્વીના ફરવાની ગતિ ધીમી પડી ગઇ છે. આ સિવાય એમ પણ કહે છે કે આ બંધને બનાવવાને કારણે ઉત્તર અને દક્ષિણ ધ્રુવ પણ પોત પોતાની જગ્યાએથી કેટલાક સેન્ટીમીટર ખસી ગયા છે.

હિરાકુંડ ડેમ બનાવતા લાગ્યા હતા 9 વર્ષ

આઝાદી પછીના પ્રથમ દાયકામાં નહેરૂ સરકારનો સૌથી વધુ ભાર સિંચાઇ યોજના પર હતો જેને કારણે લોકોને ભોજન મળી શકે અને લોકો જલદી આત્મનિર્ભર બની શકે. દેશમાં ત્રણ મોટા ડેમનું નિર્માણ કરવામાં આવ્યું જેમાંથી એક હિરાકુંડ ડેમ પણ બનાવવામાં આવ્યો હતો.

હિરાકુંડ ઓરિસ્સાના સાંબલપુર જિલ્લામાં આવેલું છે. 1940માં જ્યારે મહાનદી પર ડેમની ચર્ચા ચાલતી હતી ત્યારે દસ્તાવેજ અનુસાર જે જગ્યાએ ડેમ બનવાનો હતો ત્યા એક ટાપુ હતો અને તેમાં હીરા મળતા હતા જેને કારણે હિરાકુંડ ડેમ નામ આપવામાં આવ્યું.હિરાકુંડ ડેમને બનાવતા 9 વર્ષ જેટલો સમય લાગ્યો હતો. 13 જાન્યુઆરી 1957માં ભારતના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરૂએ ઉદ્દઘાટન કર્યું હતું.

હિરાકુંડ બંધ 25.8 કિલોમીટરની લંબાઇ સાથે સૌથી લાંબો બંધ છે. હિરાકુંડની ખાસ વાત આ છે કે તે વિશ્વના સૌથી મોટા earthen ડેમ્સમાંથી એક છે. એટલે કે એક એવો ડેમ જેમાં ક્રોકિંટ કરતા વધારે માટી અને પથ્થરનો ઉપયોગ થયો છે. આકારની વાત કરે તો મેન ડેમ 4.8 કિલોમીટર લાંબો છે.

આ સમાચાર શેર કરો