મુખ્ય સામગ્રી પર જાઓ
વિશ્વ

ચીને અમેરિકાના સૈન્ય બેઝની બાજુમાં ખરીદી જમીન, આરામથી કરી શકે છે જાસૂસી: બાબત ચિંતાજનક

દુનિયામાં ડ્રેગનના વધતા પ્રભુત્વ સાથે અમેરિકા અને ચીન વચ્ચે ઘર્ષણ વધી રહ્યું છે. આવા સમ

ચીને અમેરિકાના સૈન્ય બેઝની બાજુમાં ખરીદી જમીન, આરામથી કરી શકે છે જાસૂસી: બાબત ચિંતાજનક

દુનિયામાં ડ્રેગનના વધતા પ્રભુત્વ સાથે અમેરિકા અને ચીન વચ્ચે ઘર્ષણ વધી રહ્યું છે. આવા સમયે ચીને અમેરિકાના સૈન્ય બેઝની બાજુમાં જમીન ખરીદી લીધી છે અને હવે તે તેનો ઉપયોગ જાસૂસી માટે કરી શકે છે તેવા અહેવાલોના પગલે અમેરિકામાં ખળભળાટ મચી ગયો છે. ધ ન્યૂયોર્ક પોસ્ટના એક રિપોર્ટ મુજબ ફૂલોરિડાથી લઈને હવાઈ સુધી અમેરિકામાં એવા 19 સ્થળોની ઓળખ કરાઈ છે, જે અમેરિકન સૈન્ય માટે રણનીતિક રીતે મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે.

આ સ્થળનો ઉપયોગ અમેરિકન સૈન્યની જાસૂસી માટે માટે થઈ શકે છે

ધ ન્યૂયોર્કે અમેરિકન એરફોર્સના એક નિવૃત્ત બ્રિગેડિયર જનરલને ટાંકીને જણાવ્યું છે કે આ રણનીતિક રૂપે મહત્ત્વપૂર્ણ  સ્થળોની નજીકની જમીન ચીને ખરીદી લીધી છે, જે ખૂબ જ ચિંતાજનક બાબત છે.આ સ્થળોનો ઉપયોગ અમેરિકન સૈન્યની જાસૂસી માટે અને ગુપ્ત માહિતીઓ એકત્ર કરવા માટે થઈ શકે છે. સાથે જ આ  જમીનોના માલિક સ્થાનિક રાજકારણમાં પ્રભાવશાળી હોઈ શકે છે. 

ચીનના લોકોને અમેરિકામાં સંપત્તિ ખરીદતા રોકી શકે તેવા કાયદાનો અભાવ 

તેમણે ઉમેર્યું કે, આપણી પાસે એવો કોઈ કાયદો નથી, જે ચીનના લોકોને અમેરિકામાં સંપત્તિ ખરીદતા રોકી શકે, આ બાબત ચિંતાજનક છે. સૂત્રો મુજબ આ સ્થળો પર ખેતીની આડમાં ચીન મૂળના માલિક ટ્રેકિંગ ટેક્નોલોજી સ્થાપિત કરી શકે છે. અમેરિકન સૈન્ય બેઝમાં જાસૂસી માટે રડાર તથા ઈન્ફ્રારેડ સ્કેનિંગનો ઉપયોગ કરી શકે છે. આ સિવાય સૈન્ય સ્થળોની જાસૂસી માટે તેના ઉપર ડ્રોન ઉડાવવાનો પણ પ્રયત્ન કરી શકે છે.

એફબીઆઈએ પણ આ બાબતને ગંભીર જોખમ ગણાવ્યું

વોલસ્ટ્રીટ જર્નલે સપ્ટેમ્બર 2023માં એક રિપોર્ટમાં જણાવ્યું હતું કે ચીની ઘૂસણખોરોએ છેલ્લા કેટલાક વર્ષમાં 100થી વધુ વખત સૈન્ય સ્થળોમાં ઘૂસવાનો પ્રયત્ન કર્યો છે. એફબીઆઈએ પણ આ બાબતને ગંભીર જોખમ ગણાવ્યું છે અને ડિરેક્ટર ક્રિસ્ટોફર રેએ એપ્રિલમાં કહ્યું હતું કે હેકર્સે અમેરિકાના મહત્ત્વપૂર્ણ ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં પોતાનો રસ્તો બનાવી લીધો છે તથા તેઓ હુમલા માટે માત્ર યોગ્ય તકની રાહ જોઈ રહ્યા છે.

હોમલેન્ડ સિક્યોરિટી વિભાગે અમેરિકાની દક્ષિણ સરહદે 30000થી વધુચીની જાસૂસોની ઘૂસણખોરીના જોખમ અંગે પણ ચેતવણી આપી છે. યુએસડીએની કૃષિ સેવા એજન્સીના નવા આંકડા મુજબ 31 ડિસેમ્બર 2022 સુધીમાં ત્યાની રોકાણકારો પાસે 349442 એકર અમેરિકન કૃષિ જમીન હતી. ચીની નાગરિકોએ તેમનું નિરીક્ષણ વધારવા માટે ડ્રોનનો પણ ઉપયોગ કર્યો છે. ફૂફ્લોરિડાની પશ્ચિમે એક જાસૂસી કેન્દ્રમાં અનેક વખત આવી ઘટનાઓ જોવા મળી છે, જ્યાં ચીની “પ્રવાસીઓ” સૈન્ય સ્થળો પાસે તસવીર પડાવતા જોવા મળ્યા છે.

આ સમાચાર શેર કરો