Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વિશ્વ : Ceasefire is hanging on a 'ventilator', Donald Trump's explosive statement stumbling over Iran's proposal

યુદ્ધવિરામ 'વેન્ટિલેટર' પર લટકેલો છે, ઈરાનના પ્રસ્તાવને ઠોકર મારી ડોનાલ્ડ ટ્રમ્પનું વિસ્ફોટક નિવેદન

Timeછેલ્લું અપડેટ : 12 May 2026
લાઇવ ટીવીGoogle News
યુદ્ધવિરામ 'વેન્ટિલેટર' પર લટકેલો છે, ઈરાનના પ્રસ્તાવને ઠોકર મારી ડોનાલ્ડ ટ્રમ્પનું વિસ્ફોટક નિવેદન
સોર્સ : gstv

અમેરિકન રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે સોમવારે ચેતવણી આપતા કહ્યું કે ઈરાન સાથે ચાલી રહેલો યુદ્ધવિરામ અત્યંત નાજુક સ્થિતિમાં પહોંચી ગયો છે અને તે 'વેન્ટિલેટર' પર લટકેલો છે. તેહરાન દ્વારા અમેરિકન પ્રસ્તાવના જવાબમાં મોકલવામાં આવેલા 'અસ્વીકાર્ય' પ્રસ્તાવ બાદ ટ્રમ્પે યુદ્ધવિરામની સ્થિતિને 'અવિશ્વસનીય રીતે નબળી' ગણાવી હતી. 

App Store

યુદ્ધવિરામની હાલત અત્યંત ખરાબ 

ઓવલ ઓફિસમાં પત્રકારો સાથેની વાતચીતમાં ટ્રમ્પે કહ્યું કે એક મહિના પહેલા લાગુ થયેલા યુદ્ધવિરામની હાલત અત્યંત ખરાબ છે. ઈરાનની પ્રતિક્રિયા મેં તેને પૂરી પણ વાંચી નથી. હું તેને સૌથી નબળી સ્થિતિમાં ગણાવી રહ્યો છું. તેમણે આગળ ઉમેર્યું કે હું કહી શકું છું કે આ યુદ્ધવિરામ હવે 'લાઇફ સપોર્ટ' પર છે, જ્યાં ડોક્ટર અંદર આવીને કહે છે કે સર, તમારા સ્વજનના જીવિત રહેવાની શક્યતા માંડ એક ટકા છે.

ઈરાનની 'આખી સભ્યતા' નષ્ટ કરી દેશે

ઉલ્લેખનીય છે કે આ તણાવપૂર્ણ યુદ્ધવિરામ 8 એપ્રિલે લાગુ થયો હતો. તે સમયે ટ્રમ્પે સ્પષ્ટ ચેતવણી આપી હતી કે જો કોઈ સમજૂતી નહીં થાય તો તેઓ ઈરાનની 'આખી સભ્યતા' નષ્ટ કરી દેશે. મૂળભૂત રીતે બે અઠવાડિયા માટે નક્કી કરાયેલા આ યુદ્ધવિરામને 21 એપ્રિલે ટ્રમ્પે એકપક્ષીય રીતે વધારી દીધો હતો. શરૂઆતથી જ બંને પક્ષો એકબીજા પર શરતોના ઉલ્લંઘનનો આરોપ લગાવી રહ્યા છે, જેના કારણે યુદ્ધવિરામ સતત ડામાડોળ થઈ રહ્યો છે.

ઈરાન પર હુમલા બાદ ઘેરાબંધી

ટ્રમ્પે યુદ્ધવિરામની જાહેરાત દરમિયાન ઈરાન પાસે હોર્મુઝ સ્ટ્રેટને તાત્કાલિક ફરીથી ખોલવાની માગ કરી હતી, જે વૈશ્વિક ક્રૂડ પરિવહનનો અત્યંત મહત્વપૂર્ણ જળમાર્ગ છે. યુદ્ધ શરૂ થયા બાદ આ માર્ગ લગભગ બંધ થઈ ગયો હતો. ત્યારબાદ ટ્રમ્પે ઓમાનની ખાડીમાં અમેરિકી નૌસેનાની નાકેબંધીનો આદેશ આપ્યો જેથી ઈરાની બંદરો પર અવરજવર રોકી શકાય.

યુદ્ધવિરામ છતાં હુમલા ચાલુ

યુદ્ધવિરામ છતાં આ વિસ્તારમાં હિંસા અટકી નથી. ગયા અઠવાડિયે ઈરાને સંયુક્ત આરબ અમીરાત (UAE) પર હુમલો કર્યો હતો, જ્યારે હોર્મુઝ સ્ટ્રેટમાં અમેરિકા અને ઈરાન વચ્ચે ગોળીબાર થયો હતો. પેન્ટાગોને જણાવ્યું કે અમેરિકન દળોએ ઈરાનના ધ્વજવાળા બે ક્રૂડ ટેન્કરોને નિશાન બનાવ્યા હતા.

ગયા અઠવાડિયે ટ્રમ્પ અને અમેરિકન અધિકારીઓએ યુદ્ધવિરામ જાળવી રાખતા કહ્યું હતું કે તેઓ ઈરાનના ઔપચારિક પ્રસ્તાવની રાહ જોઈ રહ્યા છે, જેમાં યુદ્ધ સમાપ્તિ અને તેહરાનના પરમાણુ કાર્યક્રમ પર આગળની વાતચીત સામેલ હોય. રવિવારે ટ્રમ્પે ટ્રુથ સોશિયલ પર પોસ્ટ કરતા લખ્યું કે મને ઈરાનની પ્રતિક્રિયા મળી ગઈ છે. મને તે પસંદ નથી, તદ્દન અસ્વીકાર્ય છે.