મુખ્ય સામગ્રી પર જાઓ
વિશ્વ

કેનેડાની G7 દેશોને ટ્રમ્પ નીતિ મુદ્દે ચેતવણી, 'અમેરિકા તેના મિત્રો સાથે આવું કરે તો બીજા સાથે...'

કેનેડા G7 દેશોના વિદેશ પ્રધાનોની બેઠક યોજવાની તૈયારી કરી રહ્યું છે, ત્યારે વિદેશ મંત્રી મેલની જોલી અમેરિકા સાથેના

કેનેડાની G7 દેશોને ટ્રમ્પ નીતિ મુદ્દે ચેતવણી, 'અમેરિકા તેના મિત્રો સાથે આવું કરે તો બીજા સાથે...'

કેનેડા G7 દેશોના વિદેશ પ્રધાનોની બેઠક યોજવાની તૈયારી કરી રહ્યું છે, ત્યારે વિદેશ મંત્રી મેલની જોલી અમેરિકા સાથેના વેપાર યુદ્ધને લઈને ચિંતા વ્યક્ત કરી છે. તે અમેરિકાના પગલાંની અસર અંગે તેના બ્રિટિશ અને યુરોપીયન સમકક્ષોને સાવધ કરવા માંગે છે. તેમનું કહેવું છે કે અમેરિકાએ ફક્ત કેનેડા સાથે જ નહીં પણ યુરોપ સાથે પણ ટ્રેડ વોર શરૂ કરી છે. જો અમેરિકા તેના મિત્રો સાથે આવું કરે તો બીજા સાથે શું ન કરે.

કેનેડાના વિદેશમંત્રી G7ની બેઠકમાં ટેરિફનો મુદ્દો ઉઠાવે તેવી સંભાવના

આમ વર્તમાન વિશ્વમાં કોઈ દેશ સલામત નથી. જો કે આ બેઠકનો સત્તાવાર એજન્ડા તો યુક્રેન, મઘ્યપૂર્વ, હૈતી અને વેનેઝુએલા હતા. જોલી તેના સમકક્ષોની સાથે અમેરિકાના ટેરિફની સાથે સાર્વભૌમત્ત્વનો મુદ્દો ઉઠાવે તેવી પણ સંભાવના છે. તેના આ પગલાંનુ ઘ્યેય સમર્થન મેળવવાનું અને અમેરિકાની વેપાર નીતિઓનો સામનો કરવા માટે સામૂહિક ધોરણે પગલાં લેવાનું છે. હાલમાં કેનેડા અમેરિકાના ટેરિફનો સામનો કરી રહ્યું છે. કેનેડિયન સ્ટીલ અને એલ્યુમિનિયન પર અમેરિકાએ 25 ટકા જકાત લગાવી છે. તેની સામે કેનેડાએ પણ તેને વળતો ફટકો મારતા 20 અબજ ડોલરની નિકાસ પર 25 ટકા વેરો લાદ્યો છે.

કેનેડા અમેરિકાના દબાણને વશ નહીં થાય : મેલની જોલી

તેમણે જણાવ્યું હતું કે અહીં મુદ્દો કેનેડાના સાર્વભૌમત્ત્વનો છે. ટ્રમ્પ વારંવાર કહેતા આવ્યા છે કે કેનેડા અમેરિકા સાથે જોડાઈ જાય. જોલીએ જણાવ્યું હતું કે કેનેડા અમેરિકાના દબાણને વશ નહીં થાય. તેણે ભારપૂર્વક જણાવ્યું હતું કે કેનેડાએ યુરોપીયન લશ્કરી કવાયત સાથે જોડાવવાની અને સંરક્ષણના મોરચે સહયોગ સાધવાની જરુર છે, આ ઉપરાંત સાર્વભૌમત્ત્વનું રક્ષણ કરવા માટે સંરક્ષણ ક્ષેત્રે પણ હાથ મિલાવવા જોઈએ.

ટ્રમ્પે કેનેડાને 51મું રાજ્ય બનવાનું કહેતા વિવાદ

જો કે અમેરિકાના વિદેશ સચિવે કેનેડાને અમેરિકામાં જોડવાની ટ્રમ્પની ટિપ્પણીનો ટોન ઘટાડતા જણાવ્યું હતું કે કેનેડાએ આર્થિક બાબતોને લઈને 51મું રાજ્ય થવું જોઈએ. તેમણે જણાવ્યું હતું કે જો તે 51મું રાજ્ય બને તો સરહદ અને ફેન્ટાનિલની ચિંતા ન કરવી પડે. હાલમાં અમેરિકાના કેનેડા સાથેના સંબંધ અત્યાર સુધીના સૌથી નીચા તળિયે પહોંચી ગયા છે. તેનું કારણ ટ્રમ્પે અમેરિકાને 51મું રાજ્ય બનાવવા આપેલી ધમકી અને લાદેલા ટેરિફ છે. ટ્રમ્પની ધમકીના લીધે કેટલાય કેનેડિયનોને તેમના દેશનું સાર્વભૌમત્વ ભયમાં લાગે છે.

આ સમાચાર શેર કરો