ડબલિનથી રોમ જતી ફ્લાઇટમાં બોમ્બની ધમકી; વિમાનને ફ્રાન્સ તરફ ડાયવર્ટ કરાઈ

આયર્લેન્ડના ડબલિનથી ઇટાલીના રોમ જઈ રહેલી એક આંતરરાષ્ટ્રીય ફ્લાઇટમાં ધમકી મળ્યા બાદ અફરાતફરી મચી ગઈ હતી. આ ધમકીના પગલે, એરબસ A320 વિમાનને ફ્રાન્સ તરફ વાળવામાં આવ્યું હતું. ફ્રાન્સના વડાપ્રધાન કાર્યાલયે ગુરુવારે જણાવ્યું હતું કે, ડબલિનથી રોમ જઈ રહેલા એરબસ A320 વિમાનને બોમ્બની ધમકી મળ્યા બાદ ફ્રાન્સના એવરેક્સ (Évreux) એરબેઝ તરફ વાળવામાં આવ્યું હતું. વડાપ્રધાન કાર્યાલયે વધુમાં જણાવ્યું કે તેઓ આ પરિસ્થિતિ પર નજીકથી નજર રાખી રહ્યા છે.
જાહેરાત






